મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાયલાના મોટા સખપરથી 4 દિવસ પહેલા અપહરણ કરાયેલ બાળકી રાજકોટથી મળી આવી, અપહરણકાર બગોદરાથી ઝડપાયો

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા સખપર ગ

સાયલાના મોટા સખપરથી 4 દિવસ પહેલા અપહરણ કરાયેલ બાળકી રાજકોટથી મળી આવી, અપહરણકાર બગોદરાથી ઝડપાયો

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા સખપર ગામેથી 4 દિવસ પહેલા 28 ઓકોટોબરે અપહરણ કરાયેલ બાળકી રાજકોટથી આવી છે. આ બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે કે નહીં  તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સાત વર્ષની આ બાળકીને શોધવા માટે પોલીસની 8 કરતા વધુ ટીમો કામે લાગી હતી

અપહરણકારે બાળકીના વાળ બોયકટ કરી નાખ્યાં

આ બાળકીનું અપહરણ સાયલા તાલુકાના લિંબાળા ગામના શખ્સે કર્યું હોવાનું જાણવા મળ્યું છે.  આ બાળકી ઓળખાય નહીં એ માટે અપહરણ કરનારે બાળકીના વાળ કપાવીને ટૂંકા કરી નાંખ્યા હતા. આ શખ્સ ચોરી કરેલી રિક્ષામાં બાળકીને લઈને ફરતો હતો. જો કે પોલીસના હાથે પકડાય એ પહેલા આ શખ્સ અન્ય એક કારની ચોરી કરીને નાસી ગયો હતો. 

આ પણ વાંચો : ટ્રેન સળગાવનારા લોકોની પ્રશંસા, હિન્દુઓને ગુનેગાર દર્શાવાયા, ગોધરા કાંડ અંગેના આ પુસ્તક પર રાજસ્થાન સરકારનો પ્રતિબંધ

બગોદરાથી આરોપીની અટકાયત 

આ બાળકી સાથે દુષ્કર્મ જેવી કોઈ અઘટિત ઘટના બની છે કે નહીં તે માટે ચોટીલા પોલીસે બાળકીનું મેડીકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. અપહરણ કરનાર આ શખ્સને અમદાવાદના બગોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે. 

બાળકીનો તાંત્રિક વિધિમાં ઉપયોગ થયાની પરિવારને આશંકા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા સખપર ગામમાંથી બે દિવસ પહેલા 28 તારીખે 7 વર્ષની બાળકી ગુમ થઇ હતી. બાળકીના પરિવારે ધજાળા પોલીસ મથકમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ સાત વર્ષની બાળકીને શોધવા માટે પોલીસની 8 કરતા વધુ ટીમો કામે લાગી હતી. બાળકીના પરિવારે બાળકીની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. 

આ સમાચાર શેર કરો