મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફર્નિચરના વેપારીનું સાઈટ બતાવવાનું કહીને અપહરણ, મારમારી UPI ટ્રાન્જેક્શનથી ચલાવી લૂંટ

ડિજિટલ કરન્સીના યુગમાં લૂંટારૂઓ પણ સ્માર્ટ બની ગયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કાપોદ્

સુરતમાં ફર્નિચરના વેપારીનું સાઈટ બતાવવાનું કહીને અપહરણ, મારમારી UPI ટ્રાન્જેક્શનથી ચલાવી લૂંટ

ડિજિટલ કરન્સીના યુગમાં લૂંટારૂઓ પણ સ્માર્ટ બની ગયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફર્નિચરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફર્નિચરનું કામ બતાવવાનું છે કહીને કારમાં અવાવરું જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પાસેની રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. સાથે જ મોબાઈલમાં રહેલા ગૂગલ પે સહિતના યૂપીઆઈના પાસવર્ડ મેળવી લઈને ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને 1.9 લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ફાર્મ હાઉસનું ફર્નિચર કરવાનું કહી અપહરણ

હીરાબાગ વિસ્તારમાં ફર્નિચરનું કામ કરતાં દેવીલાલ સુથારને ફોન કરીને ફર્નિચરનું કામ અપાવવાનું હોવાનું કહ્યું હતું. પરંતુ વેપારી તે વખતે વતન રાજસ્થાન હોવાનું કહ્યું હતું. બાદમાં એ ફોન પર વેપારીએ સુરત આવીને ફોન કર્યો હતો. જેથી અપહરણકારોએ ફોરવ્હિલમાં બેસાડીને ફાર્મ હાઉસનું ફર્નિચર હોવાનું કહીને હીરાબાગ સર્કલથી પલસાણાથી આગળ બલેશ્વર ગામના ખેતરમાં લઈ ગયા હતાં. ત્યાં દૂર ચાલતા બાંધકામનું ફર્નિચર કરવાનું હોવાનું કહ્યું હતું. ત્યારબાદ મારવાનું શરૂ કરી દીધું અને ધમકી આપી હતી. જેથી વેપારીએ પોતાની પાસેના રોકડા 100 રૂપિયા અને મોબાઈલ આપી દીધો હતો. અપહરણકારોએ મોબાઈલનો પાસવર્ડ તથા ફોન પેનો યૂપીઆઈ પીન જાણી લઈને અલગ અલગ ખાતામાં 99 હજાર ટ્રાન્સફર કરીને કુલ 1.9 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતાં.

ગણતરીના સમયમાં આરોપી ઝડપાયા

કમલેશ સીતારામ ઝાટ અને સોનુ સ્વૈઈને ઝડપી લેવામાં આવ્યાં છે. કમલેશ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ રાજસ્થાનમાં ફાયરિંગ કેસમાં ઝડપાયો હતો. સોનુ સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જ્યારે ત્રીજો આરોપી જે પોલીસ પકડથી દૂર છે તેની સામે પણ ભૂતકાળમાં ગુના નોંધાયા હતાં. તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

આ સમાચાર શેર કરો