મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ; રાજકોટના દર્દી બન્યા હતા ભોગ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના વ્યક્તિનું જૂન મહિનામાં એન

અમદાવાદ/ ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ; રાજકોટના દર્દી બન્યા હતા ભોગ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના વ્યક્તિનું જૂન મહિનામાં એન્જિયોગ્રાફી બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ બે દર્દીના મોત બાદ તેમના પરિવારજનોએ હોબાળો કરતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

રાજકોટના વ્યક્તિનું એન્જિયોગ્રાફી બાદ થયું હતું મોત

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ બાલાસિનોર અને હાલ રાજકોટ ખાતે રહેતા વિશાલ પટેલ ઘટનાનો ખુલાસો કર્યો છે. 16 જૂને વિશાલ પટેલના પિતા નરસિંહ પટેલને હાર્ટ રિલેટેડ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 18 જૂનના રોજ નરસિંહ પટેલનું ખ્યાતિ હોસ્પિટલમાં મોત થયું હતું.

વિશાલ પટેલના પિતાની સારવાર ડૉ. જીત બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. દર્દીના સગા પાસેથી 12 હજાર રૂપિયા અને અમૃતમ કાર્ડના પૈસા ખંખેરીને એન્જીયોગ્રાફી કરી નાખી હતી. દર્દીના સગાને જાણ કર્યા વગર જ એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: VIDEO: PMJAYમાં મોટી હોસ્પિટલોને પણ મંજૂરી લેવી પડે અને આમને તો...ખ્યાતિકાંડ મામલે શું બોલ્યા નીતિન પટેલ

શું હતી ઘટના?

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે રાજકોટના યુવકના પિતાનું અમૃતમ કાર્ડ કાઢ્યું હતું. પરિવારને જાણ કર્યા વિના જ 16 જૂને યુવકના પિતાની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.ખૂબ જ તાવ છતાં 17 જૂને નરસિંહ પટેલ નામના દર્દીને રજા આપી દેવાઈ હતી. દર્દીના સગાએ પૂછપરછ કરતાં મુખ્ય ડૉક્ટર મૌન વ્રત પર હોવાનું જણાવ્યું હતું. 18 જૂને તબિયત લથડતા દર્દીને ફરી ખ્યાતિ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજ્યું હતું. અમૃતમ કાર્ડ દ્વારા સારવાર છતાં હોસ્પિટલે રૂપિયા પડાવ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પ્રક્રિયાના નામે 12 હજાર અને ઈમરજન્સીના નામે 25 હજાર પડાવ્યા હતા.

આ સમાચાર શેર કરો