મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : ખોડલધામ-સરદારધામ વિવાદ મારકૂટ સુધી પહોંચ્યો, જયંતિ સરધારા પર PI સંજય પાદરીયાએ કર્યો હુમલો

Khodaldham-Sardardham dispute : પાટીદાર સમાજની બે મુખ્ય સંસ્થાઓ ખોડલધામ કા

રાજકોટ :  ખોડલધામ-સરદારધામ વિવાદ  મારકૂટ સુધી પહોંચ્યો, જયંતિ સરધારા પર PI સંજય પાદરીયાએ કર્યો હુમલો

Khodaldham-Sardardham dispute : પાટીદાર સમાજની બે મુખ્ય સંસ્થાઓ ખોડલધામ કાગવડ  અને સરદારધામ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ બંને સંસ્થા વચ્ચેનો વિવાદ હવે મારકૂટ સુધી પહોંચ્યો છે. 

રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ઉદ્યોગપતિ જયંતિ સરધારા પરપીઆઈ સંજય પાદરીયાએ હુમલો કરતાં જયંતિ સરધારાને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. 

જયંતિ સરધારા સરદારધામના ઉપપ્રમુખ બનતા જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના PI સંજય પાદરીયાએ તેમને માર મારી તેમના પર જીવલેણ હુમલો કર્યો છે. હુમલાની આ ઘટના માવડી-કણકોટ રોડ પર બની છે. 

જયંતિ સરધારાનો લોહીલુહાણ હાલતે નિવેદન દેતો વિડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે PI સંજય પાદરિયાએ એમ કહીને હુમલો કર્યો કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેર ચાલે છે છતાં ઉપપ્રમુખ કેમ બન્યો? નરેશ પટેલની સામે તું થઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હુમલો કર્યો.હાલ જયંતિ સરધારાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો