મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપમાં ભડકો! જિલ્લા પંચાયતના સદસ્ય અને શહેર યુવા મોરચાના પ્રમુખનું રાજીનામુ

સાબરકાંઠા: ખેડબ્રહ્મા ભાજપમાં ભડકો થયો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્યન

ભાજપમાં ભડકો! જિલ્લા પંચાયતના સદસ્ય અને શહેર યુવા મોરચાના પ્રમુખનું રાજીનામુ

સાબરકાંઠા: ખેડબ્રહ્મા ભાજપમાં ભડકો થયો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્યના રાજીનામાં બાદ અન્ય ભાજપના હોદેદારોના પણ રાજીનામા પડ્યા છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ભાજપમાં હોદેદારોના રાજીનામાથી રાજકારણ ગરમાયુ છે. જિલ્લા પંચાયતના સદસ્યના રાજીનામાં બાદ ખેડબ્રહ્મા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને કાપી આયાતી ઉમેદવારને ચેરમેન બનાવતા વિરોધ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત સદસ્ય અમૃતભાઈ પટેલના રાજીનામા બાદ અક્ષય પટેલે પણ રાજીનામું આપી દીધુ છે.

સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ખેડબ્રહ્મા બજાર સમિતિના ચેરમેન પદે મૂળ કોંગ્રેસી ગોત્ર ધરાવતા હીરા લવજી પટેલની ચેરમેન પદે વરણી થતા જ ભાજપમાં ભડકો થયો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય અને ખેડબ્રહ્મા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે રાજુનામુ આપતા ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગઈ છે.

આ સમાચાર શેર કરો