VIDEO: ખેડાઃ ડાકોરમાં પહેલા જ ધોધમાર વરસાદે નગરપાલિકાની પોલ ખોલી
સોર્સ : GSTV
ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં ગઈકાલે મોડી રાત્રે 2 થી સવારના 6 વાગ્યા સુધી વરસેલા ધોધમાર વરસાદે ડાકોર નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. પહેલા જ વરસાદમાં યમુનાકુંજ સોસાયટી, બંસરી પાર્ક, બળિયાદેવ પાર્ક, ગણેશ ટોકીઝ અને પવિત્ર મંદિર પરિસર સહિતના નીચાણવાળા વિસ્તારો પાણી તેમજ કાદવ કીચડમાં ગરકાવ થઈ ગયા છે. આ ક્રોનિક સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ અવારનવાર ધારાસભ્યથી લઈને નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સુધી વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નક્કર કામગીરી ન થતાં તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, ગોપાલપુરા વિસ્તારમાં માત્ર બે ત્રણ મહિના પહેલાં જ બનેલો સીસી રોડ ધોવાઈ જતાં તંત્રની લોટ પાણી ને લાકડા જેવી નબળી કામગીરી છતી થઈ છે.

