Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Video/ Gambling den went viral just 300 meters from the police station in Kheda's Vaso!

Video/ Kheda ના વસોમાં પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટરે જુગારધામ ધમધમ્યું! વીડિયો વાયરલ 

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના વસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થાય તેવો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. વસોમાં એક જુગારધામ ચાલતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વસો પોલીસ સ્ટેશનથી માત્ર 300 થી 500 મીટરના નજીવા અંતરે ધમધમી રહી છે.

App Store

પોલીસ સ્ટેશનની નજીક ધમધમતું જુગારધામ

પ્રાપ્ત માહિતી અનુસાર, વસોમાં વેરાઈ ભાગોળ વિસ્તારમાં આવેલા પશુ દવાખાના પાસે મોટાપાયે જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ જુગારધામ કાંતિભાઈ શંકરભાઈ વણકર દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.  વસો સરકારી દવાખાનાની બહાર ગલ્લામાં પણ વર્લી મટકાના આંકડા લખવાનું કામ ચાલે છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જુગારધામ છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી પોલીસ સ્ટેશનની નજીક બેરોકટોક ચાલી રહ્યું છે.

PI સોનલ ચાવડાની રહેમનજર હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ?

આટલા લાંબા સમયથી અને પોલીસ સ્ટેશનની આટલી નજીક જુગારધામ ચાલવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક પી.આઈ. (Police Inspector) અને સ્ટાફની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક સૂત્રો અને વાયરલ વીડિયોના આધારે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું વસોના પી.આઈ. સોનલ ચાવડા અને તેમના વહીવટદાર મિતેશ રબારીની રહેમનજર હેઠળ આ આંકડા અને જુગારધામ ચાલી રહ્યા છે?

પોલીસ તંત્રની નાક નીચે આટલા સમયથી ખુલ્લેઆમ જુગારની પ્રવૃત્તિ ચાલે છે, તેમ છતાં કોઈ પોલીસ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી, તે તપાસનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોથી થયેલા પર્દાફાશ બાદ હવે જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી કડક પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે.