Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Divine start of the new year: A flood of devotees thronged the shrine of Kaliya Thakor in Dakor

VIDEO: નવા વર્ષની દિવ્ય શરૂઆત: ડાકોરમાં કાળિયા ઠાકોરના શરણે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:વર્ષ 2025ને વિદાય આપી સમગ્ર વિશ્વ જ્યારે 2026ના નવા વર્ષને આવકારી રહ્યું છે, ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે રાજાધિરાજ ભગવાન રણછોડરાયના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

App Store

ભક્તિ અને ઉત્સાહનો સંગમ
મંદિર પરિસર 'જય રણછોડ, માખણચોર'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની ભારે ભીડને પગલે મંદિર તરફ જવાના તમામ માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાનને ધોળી ધજાઓ અર્પણ કરી હતી અને ધજા પૂજન દ્વારા સનાતન ધર્મની પતાકા સમગ્ર વિશ્વમાં લહેરાતી રહે તેવી પ્રાર્થના કરી હતી.

ગોમતી ઘાટ અને સૅલ્ફીનું આકર્ષણ
પવિત્ર ગોમતી તળાવના ઘાટ પર સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને યુવા પેઢી અને ટીનએજર્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સહેલાણીઓએ ગોમતી ઘાટના મનોહર નજારા સાથે સેલ્ફી લીધી હતી અને પગલા મંદિરમાં કાળિયા ઠાકોરના ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી.

સંતોની રાષ્ટ્ર કલ્યાણ માટે પ્રાર્થના
દંડી સ્વામી મઠાધીશ પરમ પૂજ્ય વિજય દાસજી મહારાજ સહિતના સંતોએ નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાન રણછોડરાયના ચરણોમાં વંદન કરી ભારત દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેમજ સર્વનું કલ્યાણ થાય તેવી મંગલ કામના કરી હતી.

ડાકોરની બજારમાં ભારે તેજી જોવા મળી
ડાકોરની સુપ્રસિદ્ધ ગોટા બજાર અને મગસ બજારમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. ડાકોરના પ્રખ્યાત ગોટાનો સ્વાદ માણવા માટે ખાણી-પીણીના શોખીનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મુલાકાતીઓનો પ્રતિસાદ
આયુશી (અમદાવાદ): "નવા વર્ષની શરૂઆત ઠાકોરજીના દર્શનથી થાય તેનાથી મોટું બીજું શું હોય? આખું વર્ષ સરસ જશે તેવી આશા છે."

બિંદિયા અને અમિષા (યુવા સહેલાણીઓ): "ડાકોરનો નજારો આજે અદ્ભુત છે, ભક્તિની સાથે મિત્રો સાથે ફરવાની મજા પડી ગઈ."

ગૌરવ શાહ (રાજપીપળા): "પરિવાર સાથે રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ."