Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Dakor Phagni Poonam Festival: Police presence from Raska to Dakor, helpline number announced for devotees

VIDEO: ડાકોર ફાગણી પૂનમ મહોત્સવ: રાસ્કાથી ડાકોર સુધી પોલીસનો સજ્જડ પહેરો, ભક્તો માટે હેલ્પલાઈન નંબર જાહેર

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમના મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા પદયાત્રીઓની સુરક્ષા અને સુચારૂ વ્યવસ્થા જાળવવા માટે ખેડા પોલીસ તંત્ર સજ્જ થયું છે. આગામી તારીખ 27/02/2026 થી 04/03/2026 સુધી સમગ્ર ડાકોર અને પદયાત્રી માર્ગો પર વ્યાપક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

App Store

પોલીસ છાવણીમાં ફેરવાયું ડાકોર
મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાકોરને કુલ 8 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું છે. રાસ્કાથી ડાકોર સુધીના માર્ગો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે રહેશે.

બંદોબસ્તની આંકડાકીય વિગત:

નાયબ પોલીસ અધિક્ષક (DySP): 15

પોલીસ ઈન્સ્પેક્ટર (PI): 33

પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI): 116

પોલીસ જવાનો: 750

એસ.આર.પી (SRP): 03 કંપની

SDRF: 01 ટુકડી

ગાર્ડ્સ અને જી.આર.ડી: મહેમદાવાદ અને ડાકોર વિસ્તારમાં હોમગાર્ડ અને જી.આર.ડી જવાનો પણ સુરક્ષામાં જોડાશે.

CCTV અને ડ્રોનથી બાજ નજર
અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ડાકોરમાં 24x7 કાર્યરત કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. 'નેત્રમ' પ્રોજેક્ટ હેઠળ કુલ 108 CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, સુરક્ષાના ભાગરૂપે ડ્રોન દ્વારા ચેકિંગ અને પદયાત્રી માર્ગો પર સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા અને હેલ્પલાઈનનો ઉપયોગ
યાત્રાળુઓને માર્ગદર્શન આપવા અને મુશ્કેલીના સમયે મદદ પહોંચાડવા માટે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. કોઈપણ અગવડતા કે મદદ માટે પોલીસ દ્વારા નીચે મુજબના હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે:

(02699) 246003

(02699) 246006