મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ: પેટલાદના પંડોળી ગામે લોકોએ એક યુવાનને આપી તાલિબાની સજા, થાંભલા પર બાંધી માર્યો ઢોર માર

આણંદના પેટલાદ તાલુકાના પંડોળી ગામે યુવાનને તાલિબાની સજા આપતો વિડિયો સોશિયલ મીડિયા

આણંદ: પેટલાદના પંડોળી ગામે લોકોએ એક યુવાનને આપી તાલિબાની સજા, થાંભલા પર બાંધી માર્યો ઢોર માર

આણંદના પેટલાદ તાલુકાના પંડોળી ગામે યુવાનને તાલિબાની સજા આપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે યુવકને થાંભલા પર બાંધીને માર મારતો વીડિયો વાયરલ થયો છે..આણંદ-ખંભાત મેમુ ટ્રેનમાં માનસિક રીતે અસ્થિર યુવક પંડોળી ગામ પાસે ઉતર્યો હતો. ત્યારબાદ યુવાન પંડોળી ગામમાં ઘુસી ગયો હતો.

થાંભલા સાથે બાંધીને માર માર્યો

લોકોએ ચોરનો વહેમ રાખીને પહેલા પકડ્યો અને ત્યાર બાદ તેને થાંભલા સાથે બાંધીને માર માર્યો હોવાની ચર્ચાઓ થઈ રહી હતી.તો બીજી તરફ યુવકને ઢોર માર માર્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો: મોરબીમાં ભાઈબીજ બની લોહિયાળ, દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની કરી હત્યા

પેટલાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે પાડ્યો થાળે

પેટલાદ ગ્રામ્ય પોલીસને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી, અને ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.તો બીજી તરફ  આ યુવક ક્યાંનો છે, અને તે આ પંડોળી ગામમાં કઈ રીતે આવ્યો તે ચર્ચાનો વિષય છે. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. તો બીજી તરફ જીએસટીવી આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી. 

આ સમાચાર શેર કરો