Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Husband kills his wife after a quarrel between the couple in Morbi

મોરબીમાં ભાઈબીજ બની લોહિયાળ, દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની કરી હત્યા

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2024
લાઇવ ટીવીGoogle News
મોરબીમાં ભાઈબીજ બની લોહિયાળ, દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની કરી હત્યા

મોરબીમાં ભાઈબીજ લોહિયાળ બની છે. મોરબીના પીપળી રોડ પર સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં ખૂની ખેલ ખેલાયો છે.

App Store

મોરબીના પીપળી રોડ પર સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિ કન્હૈયાલાલ માલવિયાએ પત્ની ધાપુબેનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. પત્નીની કરપીણ હત્યા કરી પતિ ફરાર થઇ ગયો છે. જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એન.એ.વસાવા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.