Video: રાજકોટમાં PSIનો પુત્ર હોવાની ઓળખ આપી દાદાગીરી: એરપોર્ટ ફાટક પાસે ફટાકડા ફોડવાની ના પાડતા મહિલા વેપારી પર હુમલો કર્યો

ઘટનાની વિગતો મુજબ, એરપોર્ટ ફાટક નજીક મોબાઇલની દુકાન બહાર ફટાકડા ફોડતા શખ્સોને મહિલા વેપારીએ રોડ પર ફટાકડા ન ફોડવા માટે સમજાવ્યા હતા. જેની અદાવત રાખીને અભિજીત પરમાર, કામિલ સંધી સહિતના ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈને દુકાન પર હુમલો કર્યો હતો અને મહિલા વેપારી તથા તેના ભાગીદાર સાથે ઝપાઝપી કરી આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કટોકટીના સમયે ૧૧૨ જનરક્ષક હેલ્પલાઈન પર ફોન કરવા છતાં સંપર્ક ન થઈ શકતા અંતે ભોગ બનનાર દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત








