VIDEO:જમીનના રસ્તા વિવાદે લીધો હિંસક વળાંક, ખેડૂત દંપતી પર હુમલો
સોર્સ : GSTV
ખેડાના ફાગવેલ તાલુકાના દેવપુરા લાટમાં વડીલોપાર્જિત જમીનના રસ્તાના વિવાદને લઈને ખેડૂત વિજય પટેલ અને તેમની પત્ની પર હુમલો કરવામાં આવ્યો છે. ખેતરમાં કામ કરતા દંપતી પર આઠથી દસ લોકોએ લાકડીઓથી હુમલો કર્યો. વિજયના બરડા, હાથ અને પગે ફટકા પડ્યા હતા. હુમલાખોરોએ દંપતીના મોબાઈલ ફોન લૂંટી લીધા અને તેમની કારની હવા પણ કાઢી નાખી હતી.ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓ કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે.

