મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખંભાત: ગુજરાત ATSએ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી, રો-મટીરિયલ્સની આડમાં ચાલતો હતો નશાનો કારોબાર

ગુજરાતમાં વિવિધ સ્થળોઓ દવા બનાવવાના ઓથા હેઠળ ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ ફૂલીફાલી છે. ત્યારે ગુજરાત ATSએ ડ્

ખંભાત: ગુજરાત ATSએ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી, રો-મટીરિયલ્સની આડમાં ચાલતો હતો નશાનો કારોબાર

ગુજરાતમાં વિવિધ સ્થળોઓ દવા બનાવવાના ઓથા હેઠળ ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ ફૂલીફાલી છે. ત્યારે ગુજરાત ATSએ ડ્રગ્સ વેપલાને નાથવા માટે કમર કસી છે. ખંભાતની દવા બનાવતી ફેકટરીમાં દરોડો પાડી ડ્રગ્સનું કૌભાંડ પકડી પાડ્યું છે.ATSએ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ATSએ લાખો રૂપિયા પણ ઝડપાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે ડ્રગ્સ માટે 82 કરોડ જેટલી ટેબ્લેટ બનાવવાની હતી. આરોપીઓએ 30 લાખ રૂપિયા રણજીત ડાભીને ટોકન પેટે આપ્યા હતા.

ફેકટરીના માલિક સહિત પાંચથી છ લોકોની પૂછપરછ

ફેકટરીના માલિક સહિત પાંચથી છ લોકોની પૂછપરછ ચાલી રહી છે.ખંભાતના લુણેજ ખાતેથી એટીએસ દ્વારા મેડિસિન બનાવતી ફેકટરીમાં દરોડો પાડીને ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે.

આ પણ વાંચો: ગેસ ગળતરથી 2 યુવાનોના મોતનો મામલો વધુ વકર્યો, પાટડી બંધનું આપવામાં આવ્યું એલાન

 ઘેનની ગોળીઓ બનાવવાનું રો-મટીરિયલ તૈયાર થતું

આ ફેકટરીમાં ઘેનની ગોળીઓ બનાવવાનું રો-મટીરિયલ તૈયાર થતું હતું. તેમજ ઘેનની ગોળી બનાવવાના રો-મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની જાણ થતાં એટીએસ દ્વારા ફેકટરી પર દરોડો પાડાવામાં આવ્યો હતો. ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. ફેકટરીમાંથી પકડાયેલા ડ્રગ્સના આ જથ્થાની મોડી રાત સુધી ગણતરી ચાલુ હતી.

18 કલાકથી વધુ ચાલ્યું સર્ચ ઓપરેશન

નોંધનીય છે કે, 18 કલાકથી વધુ સમયથી સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં ફાર્મા કંપની દ્વારા એમડી ડ્રગ્સ, લિક્વિડ ડ્રગ્સ સહિતના ડ્રગ્સ બનાવવાના રૉ-મટિરિયલનું કેમિકલ અન્ય ભળતા નામે પાર્સલમાં મંગાવવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રૉ-મટિરિયલમાંથી ડ્રગ્સ બનાવીને વિદેશમાં મોકલવામાં આવતું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ડ્રગ્સનો કેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

આ સમાચાર શેર કરો