સારા સમાચાર : કેશોદ-અમદાવાદ વચ્ચે ફ્લાઈટ શરૂ, જાણો સમય અને કેટલું છે ભાડું
Keshod Ahmedabad Flight : કેશોદ એરપોર્ટ પર કેશોદ-અમદાવાદ રૂટની નવી ફ્લાઈટ શરૂ થતાં મુસાફરો

Keshod Ahmedabad Flight : કેશોદ એરપોર્ટ પર કેશોદ-અમદાવાદ રૂટની નવી ફ્લાઈટ શરૂ થતાં મુસાફરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વધુ એક વિમાની સેવા શરૂ થતાં કેશોદ એરપોર્ટ દરરોજ ધમધમતું રહેશે. ધાર્મિક સ્થળોને વૈશ્વિક દરજ્જો મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેશોદથી સોમનાથ દાદાના દર્શને જતાં દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક એસી પીક અપ બસ શરૂ કરાતાં ટ્રસ્ટના આ નિર્ણયને વધાવ્યો હતો.
જુનાગઢ, ગીર સોમનાથના લોકોને સરકારે આપી તહેવારોની ભેટ
એલાયન્સ એર દ્વારા અગાઉ નક્કી કરાયેલા સમય મુજબ તા. 29ને ધનતેરસના દિવસે અમદાવાદ-કેશોદ-અમદાવાદ ફ્લાઇટનું આગમન થતાં શહેરના આગેવાનોએ મુસાફરો માટે પર્યટન વિભાગ તરફથી મળેલ તહેવારોની ગિફ્ટ ગણાવી હતી. આમ અમદાવાદ કેશોદ અમદાવાદ નવો રૂટ શરૂ થતાં જુનાગઢ, ગીર સોમનાથના મુસાફરોને લાંબા સમયની માગણી સંતોષાતાં મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નવા રૂટની વીમાની સેવા શરૂ થતા કેશોદ શહેરના આગેવાનો અને મુસાફરોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
સમય અને ભાડું
- કેશોદથી અમદાવાદ - સાંજે 4:20થી 5:10
- અમદાવાદથી કેશોદ - સવારે 10:10થી 10:55
એલાયન્સ એરની વેબસાઈટ અનુસાર કેશોદથી અમદાવાદનું ભાડું રૂ.1575 GST સાથે, જયારે અમદાવાદથી કેશોદનું ભાડું બદલાતું રહે છે.
કેશોદ એરપોર્ટથી સોમનાથ મંદિર સુધી નિઃશુલ્ક બસ સેવા
ધાર્મિક સ્થળોને વૈશ્વિક દરજ્જો મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેશોદ એરપોર્ટથી સોમનાથ દાદાના દર્શને જતાં દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક બ એસી પીક અપ બસ શરૂ કરાતાં ટ્રસ્ટના આ નિર્ણયને લોકોએ વધાવ્યો છે.








