મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડામાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ અમૂલના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક પર જમીન ખરીદી મામલે લગાવ્યા આક્ષેપ

ખેડા જિલ્લામાં માતરના પૂર્વ ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વધુ એકવાર સોશિયલ મીડિયામાં લા

ખેડામાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ અમૂલના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક પર જમીન ખરીદી મામલે લગાવ્યા આક્ષેપ

ખેડા જિલ્લામાં માતરના પૂર્વ ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વધુ એકવાર સોશિયલ મીડિયામાં લાઈવ આવી આક્ષેપો કર્યા છે. બાલાસિનોરના અમૂલના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક ઉર્ફે રાજેશભાઈ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવતા તેમણે કહ્યું કે, પપ્પુભાઈ પાઠક 2002થી 2007 સુધી ધારાસભ્ય હતા કે જે કોર્ટના ચુકાદાઓમાં ખેડૂત નથી તેમ સાબિત થઈ ચૂક્યું છે.

પપ્પુભાઈ પાઠક 2002થી લઈને 2025 સુધીમાં ખેડૂત ન હોવા છતાં 160થી વધુ વીઘા જમીનમાં ખેડૂત છે.10 તાલુકાઓના 10 ગામોમાં પપ્પુભાઈ પાઠક અને તેમનો પરિવારે કઈ રીતે ખેડૂત તરીકે જમીનો લીધી છે. કરણપુરા, વડદલા, બાલાસિનોર, દહેગામ, હાંડિયા, ખેલકોદરા, ગધેલા, ભાથલા, સાકરીયા, નટવરપુરા આ તમામ ગામોમાં પપ્પુભાઈ પાઠક ખેડૂત છે તે બહુ મોટી વાત કહેવાય. પપ્પુભાઈ ખેડૂત નથી છતાં 25 વર્ષમાં ખોટા વીલના આધારે તે ખેડૂત છે તેવું જાહેર કર્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પપ્પુભાઈ પાઠકે 160 વીઘા જમીન ખેડૂત ન હોવા છતાં કઈ રીતે ખરીદી તે અંગેની આવનારા દિવસોમાં માહિતી માંગીશ. ખોટા ખેડૂત બન્યા તે અંગેની તપાસ થાય અને તપાસ બાદ સત્ય બહાર આવે ત્યારબાદ સરકાર દાખલ થવી જોઈએ. વધુ એકવાર સોશિયલ મીડિયામાં આજે લાઈવ આવીને કેસરીસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્ય પપ્પુભાઈ પાઠક ઉર્ફે રાજેશભાઈ ઉપર બોગસ ખેડૂત હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે આગામી સમયમાં શું તપાસ કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે

આ સમાચાર શેર કરો