મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડામાં બુટલેગરોની પોલીસ સાથે બોટલ માટે ઝપાઝપી, બે બુટલેગરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખેડામાંથી બુટલેગરોએ પોલીસ સાથે બબાલ કરી હોવાનું સામે આવ્યું છે. ખેડા જિલ્લામાં રઢુમાં બે માથાભારે બુટલેગરો સામે બ

ખેડામાં બુટલેગરોની પોલીસ સાથે બોટલ માટે ઝપાઝપી, બે બુટલેગરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખેડામાંથી બુટલેગરોએ પોલીસ સાથે બબાલ કરી હોવાનું સામે આવ્યું છે. ખેડા જિલ્લામાં રઢુમાં બે માથાભારે બુટલેગરો સામે બે FIR દાખલ કરવામાં આવી હતી. બુટલેગરો પોલીસને પણ ન ગાંઠ્યા અને રેઇડ દરમિયાન એક દારૂની બોટલ બુટલેગરોએ ખેંચતાણ પણ કરી હતી. દારૂની બોટલ ઝૂંટવી લીધી અને પોલીસની સામે આ બોટલ તોડી નાખી પોલીસ સાથે ગાળાગાળી પણ કરી હતી. પોલીસ સાથે ગાળાગાળી કરી મામલો ગરમ કરતા પોલીસે બે બુટલેગરો વિરુદ્ધ બે જુદીજુદી ફરિયાદ ખેડા ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી.

પોલીસની સામે દારૂની બોટલ નીચે જમીન પર પછાડી તોડી દીધી

ખેડા જિલ્લામાં રઢુના ગાડીયા ફળિયામાં બે ઈસમો રણજીત ઉર્ફે ભુરો સોલંકી અને રાજેશ ઉર્ફે રાજુ સોલંકીને સાથે રાખી તપાસ કરતા બિયરની 3 નંગ બોટલ મળી આવી હતી. પોલીસની સામે દારૂની બોટલ નીચે જમીન પર પછાડી તોડી દીધી હતી. બાદમાં મોટું ટોળું એકઠુ થયુ ગયું હતું અને અને અમારા વિરુદ્ધ કેસ કરશો તો અહીંથી તમને જીવતા નહીં જવા દઈએ તેવી ધમકી પણ આપી હતી.

ધારિયા અને તલવારો કાઢી ઉશ્કેરણી કરી હતી. બાદમાં બુટલેગર રાજેશ ઉર્ફે રાજુ સોલંકી ફરાર થઈ ગયો હતો. ખેડા ટાઉન પોલીસે આ બનાવમાં બે જુદી જુદી ફરિયાદ દાખલ કરી જેમાં એકમાં પ્રોહીબિશનનો કેસ અને બીજામાં પોલીસની કામગીરી સામે અડચણ ઊભી કરી તે અનવ્યે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો