VIDEO: ચાંદખેડામાં માથાભારે તત્વો દ્વારા પરિવાર પર હુમલો, પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આનાકાની
સમગ્ર ગુજરાતમાં રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વોની સામે લાલ આંખ કરવા
સમગ્ર ગુજરાતમાં રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વોની સામે લાલ આંખ કરવામાં આવી છે. તે છતાં શહેરમાં અસામાજિક તત્વો પોલીસને પડકાર આપી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. ગઈ કાલે ચાંદખેડા વિસ્તારમાં 10 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસી પરિવાર ઉપર હુમલો કરી ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા મામલો ગરમાવા પામ્યો છે.
ગઈ કાલે ચાંદખેડા વિસ્તારમાં 10 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસીને પરિવાર પર હુમલો કર્યો હતો. ચાંદખેડમાં 39 બંગલાવાળી તલાવડીમાં અસામાજિક તત્વો દ્વારા પરિવારને માર મારી ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ટોળા દ્વારા મહિલાઓ સાથે મારામારી કરી સોનાની ચેન તોડી નાખવામાં આવી હતી. મહિલાઓ ઉપર હુમલો કરી માથાભારે ઇસમોએ મકાન ખાલી કરી હિજરત કરવાની ધમકી આપવામાં આવી હતી. પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા જતા પોલીસ દ્વારા માત્ર અરજી લીધા હોવાની વાત સામે આવી છે. ચાંદખેડા પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ ન નોંધતા વિવાદ વકર્યો.




