મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પલસાણાના કારેલી ગામે ઊંઘમાં જ મામા-મામીની આ કારણે હત્યા કરનાર ભાણેજ-ભાણેજ વહુ ઝડપાયા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે પતિ-પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. બે

પલસાણાના કારેલી ગામે ઊંઘમાં જ મામા-મામીની આ કારણે હત્યા કરનાર ભાણેજ-ભાણેજ વહુ ઝડપાયા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે પતિ-પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. બે દિવસ અગાઉ કારેલી ગામે ખેતર વિસ્તારમાં રહેતા ઉમેશ રાઠોડ તેમજ પત્ની રમીલા રાઠોડની હત્યા  સગા ભાણાએ કરી હતી. મજૂરીમાં ભાગમાં આવેલા પૈસા મામાએ ઓછા આપતા તેમજ મામા ઉમેશ રાઠોડ ભાણાની વહુને ખરાબ નજરથી જોતા ભાણાએ હત્યા કરી હતી.

પોલીસે આરોપીને ઝડપી લીધા

ભાણિયો જ પોતાના સગા મામાનો કાળ બની ગયો હતો. નજીવી બાબતે સગા મામા-મામીની હત્યા કરી હતી. ઘટના એ બની હતી કે, ગત બુધવારના રોજ કારેલી ગામે એક ખેતરની બંગલીમાં રહેતા ઉમેશ રાઠોડ અને પત્ની રમીલા રાઠોડની હત્યા કરાઈ હતી. બેવડી હત્યાની ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસે મૃતકના નજીકના સ્નેહીજનોમાં જ તપાસ કેન્દ્રિત કરી હતી. તપાસ દરમિયાન હત્યાનું પગેરું પોલીસે શોધી કાઢ્યું હતું. એક મહિલા તેમજ એક પુરુષની અટકાયત કરી લેવાય હતી.

મામાએ મજૂરીના રૂપિયા ઓછા આપ્યા

આગવી ઢબે ઉંડાણપૂર્વક સઘન ઇન્ટ્રોગેશન દરમ્યાન બન્ને આરોપીઓ ભાંગી પડ્યા હતાં. જેનું કારણ પણ જાણી પોલીસ ચોંકી ઉઠી હતી. કારણ કે, મૃતક ઉમેશ રાઠોડ અને તેની પત્નીની હત્યા બીજો કોઈ નહીં, પરંતુ સગા ભાણીયાએ કરી હતી. મૃતક ઉમેશ રાઠોડ અને આરોપી વિજય બાલુ રાઠોડના મામા થતાં હતાં. બંને સાથે જ રહી મજૂરી કામ કરતા હતા. મરણજનાર પોતાના સગા મામા-મામી થતા હોય જેથી તેઓની સાથે ખેતરમા કરેલ મજૂરીકામના આવેલા રૂપીયામાથી ઓછા રૂપીયા આપતા બબાલ થઈ હતી. તેમજ મામા ઉમેશ રાઠોડ આરોપીની પત્નિ શિલાબેન ઉર્ફે કોલીને ખરાબ નજરથી જોતો હોય જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

ઊંઘમાં જ પતાવી દીધા

ઘટનાની રાત્રી દરમિયાન મામા ઉમેશ રાઠોડ તથા તેની પત્નિ રમિલા ઉંઘી ગયા હતા. બાદમાં આરોપી વિજય અને શિલાએ લોખંડના પાઈપ તથા ઈટના બ્લોકથી માથા ઉપર મારી કરપીણ હત્યા કરી નાખી હતી. બાદમા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પરંતુ પોલીસથી તેઓ વધુ દૂર ન રહી શકતા આખરે પોલીસ પકડમાં આવી ગયાં હતાં. પોલીસે હત્યારા ભાણેજ તેમજ તેની વહુ મળી બંન્નેની અટકાયત કરી ડબલ મર્ડરનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

આ સમાચાર શેર કરો