Kalol news: 5 મહિલા હોમગાર્ડ પર રીક્ષા ચાલકે કર્યો એસિડ એટેક, એકની હાલત અત્યંત ગંભીર
કલોલમાં એક સાથે પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ છે. આ અહેવાલોને પગલે

કલોલમાં એક સાથે પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ છે. આ અહેવાલોને પગલે પોલીસ વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, એક રિક્ષાચલક એસિડ બોટલ ભરીને આવ્યો હતો અને એકસાથે પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ હુમલામાં એક મહિલા હોમગાર્ડ વધુ દાઝી ગયા છે, જેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો
પ્રાથમિક માહિતી પ્રમાણે, કલોલમાં છત્રાલ ઓવરબ્રિજ નીચે આજે સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે બોલાચાલી થઈ છે.
રીક્ષા ખસેડવાની બાબતમાં કર્યો એસિડ એટેક
સામાન્ય બાબતમાં રિક્ષાચાલક વધુ ઉશ્કેરાઈને હોમગાડ જવાનો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. એ વખતે અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો. આ વાતની અદાવત રાખીને રિક્ષાચાલક થોડી વાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો.






