મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કડીના નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ રૂ.10 હજારની લાંચ લેતાં ઝડપાયો

મહેસાણા: કડીમાં મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિએ ફરિયાદી પાસે રૂપિયા 20,

કડીના નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ રૂ.10 હજારની લાંચ લેતાં ઝડપાયો

મહેસાણા: કડીમાં મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિએ ફરિયાદી પાસે રૂપિયા 20,000ની લાંચ માંગી હતી. ફરિયાદીએ સમગ્ર મામલે ACBનો સંપર્ક કરતા મહેસાણા ACBએ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ અને પ્રિન્સ મનોજકુમાર ભાવસાર - કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો.

કડીની નાયબ મામલતદાર (મહેસુલ) ની કચેરીમાં ટ્રેપ એસીબીની ટ્રેપ ગોઠવાઈ હતી. મહેસાણાના કડીમાં લાંચિયા નાયબ મામલતદાર (મહેસુલ) વિપુલકુમાર મનુભાઇ પ્રજાપતિ અને પ્રિન્સ મનોજકુમાર ભાવસાર - કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) રૂપિયા 10,000 લાંચ લેતા રંગે હાથ બંને ઝડપાયા. જમીનની નોંધો પડાવવા, નોંધની નકલો મેળવવા, નવી-જુની શરતોમાં ફેરફાર કરવા લાંચિયા નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા લેતા હતા. જમીનની કાચી પડેલ નોંધ પરથી પાકી નોંધ ફરિયાદી પાસેથી 20,000 રૂપિયાની લાંચ માંગી હતી.

આ સમાચાર શેર કરો