'કાર ધીમી ચલાવો...' બસ આટલી બાબતમાં MICAના વિદ્યાર્થીની કરી હત્યા
અમદાવાદથી ફરી એકવાર એવા અહેવાલ સામે આવ્યાં છે જેના વિશે સાંભળી તમે પણ ચોંકી જશો. કાર ધીમ

અમદાવાદથી ફરી એકવાર એવા અહેવાલ સામે આવ્યાં છે જેના વિશે સાંભળી તમે પણ ચોંકી જશો. કાર ધીમી હંકારવાનું કહેવા મામલે નજીવી બાબતમાં ઝઘડો એટલો વધી ગયો કે MICA કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઇ છે. આ મામલો શેલા વિસ્તારનો છે.
આ પણ વાંચો: જો ફરીથી ગુના આચરશો તો 'ગુજસીટોક' હેઠળ થશે કાર્યવાહી, પૂર્વ કચ્છ SPની ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી
કોણ છે પીડિત વિદ્યાર્થી?
પીડિત વિદ્યાર્થીની ઓળખ માઈકા (MICA) કોલેજ સ્ટુડન્ટ તરીકે થઇ હતી જેનું નામ પ્રિયાંશુ જૈન હોવાનું ખૂલ્યું છે. પ્રિયાંશુ ઉત્તર પ્રદેશનો વતની છે અને અભ્યાસ કરવા આવ્યો હતો. આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં પીડિતાના સાથી વિદ્યાર્થી દ્વારા એફઆઈઆર પણ દાખલ કરાઈ છે.
મળતી માહિતી અનુસાર ગત રાત્રે મિત્રો સાથે પ્રિયાંશુ ફરવા નીકળ્યો હતો ત્યારે એક કારચાલક સાથે બબાલ થઈ ગઇ હતી. કારચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો જેને લઈને આ લોકોએ સીધી રીતે કાર ચલાવવા કહ્યું હતું જેના પર મામલો ગરમાઈ ગયો અને કારચાલકે છરી વડે એક પછી એક ઘા કરી પ્રિયાંશુને લોહીલુહાણ કરી નાખ્યો હતો. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બોપલ ફાયર સ્ટેશનની નજીક આ ઘટના બની હતી. પ્રિયાંશુ તેના મિત્ર પૃથ્વીરાજ મહોપાત્રા સાથે બાઈક પર નાસ્તો કરવા નીકળ્યો હતો.
પ્રિયાંશુએ કારચાલકને આ બાબતે ઠપકો આપ્યો
આ બંને માઈકા (MICA) કોલેજમાં ભણે છે. આ દરમિયાન બંને એક જગ્યાએ બેકરી પર મીઠાઈ લેવા રોકાયા હતા અને આ દરમિયાન જ એક પૂરપાટ ઝડપે દોડતી કાર તેમની બાજુમાંથી પસાર થઇ હતી. તે સમયે આગળ જઈને પ્રિયાંશુએ કારચાલકને આ બાબતે ઠપકો આપ્યો હતો જેના બાદ બંને વચ્ચે બબાલ થઈ ગઈ હતી






