Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Water-bombing situation due to heavy rain in Mangrol of Junagadh

VIDEO: જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં સતત ભારે વરસાદને કારણે ફરી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. સામરડા, શરમા, ઘોડાદર, બગસરા ઘેડ, ફુલરામા, ઓસા ઘેડ સહિત અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.ઘેડ વિસ્તારના જાહેર માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કેટલાક ગામોનો મુખ્ય માર્ગો સાથે સંપર્ક પણ ખોરવાયો છે. સ્થાનિક નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતાં ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે.વહીવટી તંત્રએ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ શરૂ કર્યું છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈયાર છે.

App Store