Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : 9 inches of rain in 24 hours in Junagadh's Keshod: Cars trapped in rushing water of underbridge

VIDEO: જૂનાગઢના કેશોદમાં ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ: અંડરબ્રિજના ધસમસતા પાણીમાં ફસાઈ કાર

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપે બેટિંગ કરી રહ્યા છે, જ્યાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. કેશોદમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સતત ૯ ઇંચ જેટલો ખાબકેલો વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે, જેના કારણે સ્થાનિક નદી-નાળા અને જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. આ પૂર જેવી સ્થિતિ વચ્ચે કેશોદના ઉતાવળીયા રેલવે અંડરબ્રિજ નીચે એક ગંભીર ઘટના સામે આવી છે.અંડરબ્રિજ નીચે ભરાયેલા ધસમસતા પાણીના જોરદાર પ્રવાહમાં એક ફોરવ્હીલ કાર અચાનક ફસાઈ ગઈ હતી, જેના લીધે કાર ચાલકનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જોકે, સદનસીબે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.સ્થાનિકોની ભારે જહેમત અને સમયસરની સૂઝબૂઝથી કારને સુરક્ષિત રીતે પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી, જેથી મોટો અકસ્માત ટળ્યો હતો. ભારે વરસાદની આ પરિસ્થિતિને જોતાં વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓ પર બિનજરૂરી અવરજવર ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

App Store