VIDEO: જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: ૧૨ કલાકમાં સાડા બાર ઈંચ વરસાદ, હાઈવે બંધ થતાં NDRF એલર્ટ
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા 48 કલાકથી ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 12 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાતા જૂનાગઢ-કેશોદ-માંગરોળ સ્ટેટ હાઈવે પર એકથી દોઢ ફૂટ પાણી ફરી વળ્યા છે અને મુસાફરોથી ભરેલી એસટી બસ પણ રસ્તા પર ખાડામાં ફસાઈ ગઈ હતી. વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા 30 સભ્યોની NDRF ટીમ કેશોદ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતી સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

