Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Kirti Patel News: Kirti Patel arrested after youth alleges drinking phenyl

VIDEO: ફિનાઈલ પીનારા યુવકના આક્ષેપ બાદ કીર્તિ પટેલ પર સકંજો, મૃગી કુંડ વિવાદ અને ખંડણી મામલે પોલીસની મોટી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO/Kirti Patel News: જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન કરવાના વિવાદમાં ફસાયેલી ગુજરાતની વિવાદિત ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી હોવાની ચર્ચા છે. કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયેલા છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકીની દાદાગીરીના અનેક કિસ્સા ચર્ચામાં છે. હજુ તો ગઈ કાલે જ જૂનાગઢના એક યુ-ટ્યુબરે કીર્તિ પટેલના વિવાદાસ્પદ વીડિયોનો વિરોધ કરતા, તેને ધમકાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ કીર્તિ પટેલના ત્રાસથી કંટાળી યુવકે બે વાર ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.

App Store

કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢ લવાઈ, ત્રણ ગુનામાં કાર્યવાહી શરૂ 1 - image

શું હતો વિવાદ?
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ ખાતે યોજાયેલા મહા શિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને નિશાન બનાવ્યો હતો.

કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢ લવાઈ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હાલ તેને જૂનાગઢ લાવી છે. જુનાગઢમાં નોંધાયેલા ત્રણ અલગ અલગ ગુનાઓના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ટીમ કીર્તિ પટેલને સીધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ લઈ ગઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું.

શું હતો વિવાદ?
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ ખાતે યોજાયેલા મહા શિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને નિશાન બનાવ્યો હતો.
આ કારણસર કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવી લીધુ હતું. આરોપીઓના ત્રાસથી કંટાળી અબજલ સીડાએ પહેલા પોતાના ઘરે ફિનાઈલ પીધું હતું. ત્યારબાદ જેતપુર નવાગઢ પાસે ભાદરના પુલ નજીક બીજી વાર ફિનાઈલ ગટગટાવ્યું હતું. હાલમાં યુવક સારવાર હેઠળ છે અને તેની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.

પોલીસે 5 આરોપીઓ સામે નોંધી હતી ફરિયાદ
આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી હતી. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક વલણ અપનાવે તેવી શક્યતા છે.