Junagadh news: ભેસાણના તલાટી મંત્રી 1500ની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપાયા
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાય સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાય સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાય છે. ત્યારે આવો જ એક કિસ્સો જૂનાગઢના ભેસાણમાંથી સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. ભેસાણના પરબ વાવડીનો તલાટી મંત્રીએ ફરિયાદી પાસેથી 1500 રૂપિયાની લાંચ માંગી હતી.
તલાટી મંત્રીએ 1500 રૂપિયાની કરી માંગ
તલાટી મંત્રીની ઓળખ જનક ચાવડા તરીકે થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે ફરિયાદીના ભાઈએ કોર્ટ મેરેજ કર્યા હતા, ત્યારે સરકાર તરફથી આર્થિક સહાય મેળવવા માટે તલાટી મંત્રી પાસેથી મેમોરેન્ડમની જરૂર હતી. ત્યારે આ તક જોઈને તલાટી મંત્રીએ કહ્યું કે કામ થઈ જશે પણ 1500 રૂપિયા આપવા પડશે.
લાંચની રકમ માટે તલાટીએ ફરિયાદીને ડીઝીટલ પેમેન્ટ કરવા કહ્યું
લાંચની રકમ માટે તલાટીએ ફરિયાદીને ડીઝીટલ પેમેન્ટ કરવા કહ્યું હતું અને QR કોડ મોકલ્યો હતો. સમગ્ર મામલે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું, જેવું ફરિયાદીએ પેમન્ટ કર્યું અને તલાટી મંત્રીએ ગેરકાયદેસર નાણા પોતાના એકાઉન્ટમા જમા કરી લાંચ સ્વીકારી હતીતરત જ ACBના અધિકારીઓએ તલાટી મંત્રીને રંગે હાથ દબોચ્યો હતો.





