મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત, કોંગ્રેસે પણ બાજી મારી

જૂનાગઢ મહાનગરપાલિકા ભાજપે કબ્જે કરી છે. 60 બેઠકો ધરાવતી જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 48 બેઠક, કોંગ્રેસે 11 અ

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત, કોંગ્રેસે પણ બાજી મારી

જૂનાગઢ મહાનગરપાલિકા ભાજપે કબ્જે કરી છે. 60 બેઠકો ધરાવતી જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 48 બેઠક, કોંગ્રેસે 11 અને અપક્ષે એક બેઠક જીતી હતી.જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન જોવા મળશે. જોકે, ગત વખત કરતા આ વખતે ભાજપની સાત બેઠકો ઘટી છે. કોંગ્રેસની એક બેઠક હતી તેમાંથી 11 બેઠક થઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે પણ બેઠકો ઘટી ગઇ છે. ગત ચૂંટણી કરતા કોંગ્રેસનું સારૂ પ્રદર્શન રહ્યું હતું.

જુનાગઢ મહાનગરપાલિકા

વોર્ડ 01 - બીજેપી  પેનલ
વોર્ડ 02 - બીજેપી પેનલ
વોર્ડ 03 - બીજેપી પેનલ 
વોર્ડ 04 - 01 કોગ્રેસ, 03 ભાજપ
વોર્ડ 05 - બીજેપી પેનલ
વોર્ડ 06 - 2 બીજેપી, 2 કોંગ્રેસ
વોર્ડ 07 - બીજેપી પેનલ
વોર્ડ 08 - કોંગ્રેસ પેનલ
વોર્ડ 09 - 03 બીજેપી, 01 અપક્ષ
વોર્ડ 10 - બીજેપી પેનલ
વોર્ડ 11 - બીજેપી પેનલ
વોર્ડ 12 - બીજેપી પેનલ
વોર્ડ 13 - બીજેપી પેનલ
વોર્ડ 14 - બીજેપી પેનલ
વોર્ડ 15 - કોંગ્રેસ પેનલ

જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર

જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. વોર્ડ નંબર-9માં ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. 

ગિરીશ કોટેચાના દીકરાને હરાવનાર ભાજપમાં જોડાયા

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર-9માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સામે મહિપતસિંહ બસીયાની જીત થઇ હતી. જોકે, જીત બાદ ગણતરીના સમયમાં જ મહિપતસિંહે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આકાશ કટારાએ મહિપતસિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, મે જે ધાર્યુ હતું તે મળી ગયું અને હવે જે કરવું હતું તે કરી લીધુ છે.

જૂનાગઢમાં 44.32 ટકા મતદાન થયુ હતું

જૂનાગઢ મહાનગરપાલિકામાં 44.32 ટકા મતદાન નોંધાયું હતું.

આ સમાચાર શેર કરો