મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 66 નગરપાલિ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 66 નગરપાલિકાઓની સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ તારીખ જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

જુઓ યાદી:

2025pdf_3gde7OJ91738411089.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

જૂનાગઢ મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં 66 નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણને  66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. 

જૂનાગઢ મહાનગરપાલિકા 2019 ચૂંટણી પરિણામ 

ભાજપ - 54

NCP - 04

કોંગ્રેસ -  02

કુલ વોર્ડ - 15

કૂલ બેઠકો- 60  

રાજ્યમાં  નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણને  66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. 66 નગરપાલિકાઓમાં  તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.  27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવીની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે.  ધાનેરા નગરપાલિકાનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર  કરવામાં આવ્યો નથી. 

મહત્વની તારીખો

  • ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
  • ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
  • ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
  • મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
  • પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
  • મતગણતરીની તારીખ તા.18/02/2025
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025

આ સમાચાર શેર કરો