મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JUNAGADH / પોલીસ તોડકાંડ કેસમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

Junagadh News : જુનાગઢના ચકચારી પોલીસ તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સસ્પેન્ડેડ

JUNAGADH / પોલીસ તોડકાંડ કેસમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

Junagadh News : જુનાગઢના ચકચારી પોલીસ તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને જુનાગઢ ડિસ્ટ્રીકટ કોર્ટે ઝટકો આપતા તેમની જામીન અરજી ફગાવી દીધી છે. 

પોલીસ તોડકાંડ કેસમાં ગુજરાત ATSએ ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટે જામીન અરજી કરી હતી.  જુનાગઢ ડિસ્ટ્રીકટ કોર્ટના જજ એચ.એ. દવેએ તરલ ભટ્ટ જામીન અરજી ફગાવી દીધી છે. જામીન ન મળતા તરલ ભટ્ટને જેલમાં જ રહેવું પડશે. 

દીપ શાહે તરલ ભટ્ટને 600થી વધુ બેન્ક એકાઉન્ટની માહિતી આપી હતી

જુનાગઢના માણાવદરના સર્કલ PI તરલ ભટ્ટ, SOG PI એ.એમ. ગોહિલ તેમજ ASI દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. 

તોડકાંડ કેસમાં ધરપકડ કરાયેલા દીપ શાહે તરલ ભટ્ટને 600થી વધુ બેન્ક એકાઉન્ટની માહિતી આપી હોવાનો ખુલાસો થયો હતો.

માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ દરમ્યાન પણ તરલ ભટ્ટ દ્વારા દીપ શાહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેન્ક એકાઉન્ટનો ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઉપયોગ થાય છે કે કેમ તેના વેરિફિકેશન માટે તરલ ભટ્ટે દીપની મદદ લીધી હતી.

જુનાગઢ તોડકાંડમાં બેન્ક એકાઉન્ટની વિગતો દીપ શાહ દ્વારા આપવામાં આવી હતી. પીઆઇ તરલ ભટ્ટ પકડાઈ જતા દીપ શાહે પોતાના તમામ ફોન તોડી નાંખી પુરાવાનો નાશ કર્યો હતો.

આ સમાચાર શેર કરો