મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: જોય ટ્રેનના ચાલક પાસે લાયસન્સ જ નહોતું, કમાટીબાગમાં ટ્રેનની અડફેટે બાળકીનું મોત નીપજ્યું હતું

વડોદરાના કમાટીબાગમાં ગત શનિવારના રોજ એક બાળકીનું જોય ટ્રેનની અડફેટ

Vadodara: જોય ટ્રેનના ચાલક પાસે લાયસન્સ જ નહોતું, કમાટીબાગમાં ટ્રેનની અડફેટે બાળકીનું મોત નીપજ્યું હતું

વડોદરાના કમાટીબાગમાં ગત શનિવારના રોજ એક બાળકીનું જોય ટ્રેનની અડફેટે કરુણ મોત થયું હતું. જે મામલે જોય ટ્રેનના ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં જોય ટ્રેનના ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના કમાટીબાગમાં બાળકોના મનોરંજન માટે જોય ટ્રેનની રાઈડ ચાલુ કરવામાં આવી છે. મનોરંજન માટેની આજ ટ્રેને ગટ શનિવારના રોજ એક નિર્દોષ બાળકીનો ભોગ લીધો હતો. કમાટીબાગમાં રમતા રમતા બાળકીનું જોય ટ્રેનની ટક્કરે મોત થયું હતું. જેને પગલે ટ્રેનના ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જોય ટ્રેનના ડ્રાઈવર અશ્વિન ડામોર પાસે લાઇસન્સ નહીં હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે પાલિકાએ સ્વબચાવમાં જોય ટ્રેન ચલાવવા માટે લાયસન્સની જરૂર નહીં હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યાર આબાદ પોલીસ દ્વારાપાર્કમાં ટ્રેન ચલાવવા માટે લાયસન્સ જરૂરી છે કે કેમ તે અંગે RTO પાસેથી વિગતો મંગાવવામાં આવી હતી. જેમાં મનોરંજનમાં જોય ટ્રેન આવતી હોવાથી લાયસન્સની જરૂરિયાત નહીં હોવાની વાત હોવાની સામે આવી છે.

આ સમાચાર શેર કરો