મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જેઠા ભરવાડની NAFEDના ચેરમેન પદે વરણી, બિનહરીફ ચૂંટાયા

નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)ના ચેરમેન તરીકે જેઠા ભરવાડ (J

જેઠા ભરવાડની NAFEDના ચેરમેન પદે વરણી, બિનહરીફ ચૂંટાયા

નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)ના ચેરમેન તરીકે જેઠા ભરવાડ (Jethabhai Bharwad) ચૂંટાયા છે. દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્ત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાઈ હતી. 

જેઠા ભરવાડ બિનહરીફ ચૂંટાયા

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ (Jethabhai Bharwad) કે જેમના માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી, તેઓ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. 

નોંધનીય છે કે જેઠા ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે. ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે. જેમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.અગાઉ ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

આ સમાચાર શેર કરો