મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JEE એડવાન્સમાં સુરતના ઝળકેલાં વિદ્યાર્થીઓએ કહ્યું-બે વર્ષ એક પણ પ્રસંગમાં કે હોટલમાં પણ ન ગયાં

26મેના રોજ લેવાયેલી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ અપાવતી જેઈઈ એડવાન્સના પરિણામ જાહેર થયાં છે. જ

JEE એડવાન્સમાં સુરતના ઝળકેલાં વિદ્યાર્થીઓએ કહ્યું-બે વર્ષ એક પણ પ્રસંગમાં કે હોટલમાં પણ ન ગયાં

26મેના રોજ લેવાયેલી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ અપાવતી જેઈઈ એડવાન્સના પરિણામ જાહેર થયાં છે. જેમાં દેશભરમાંથી 2.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા એલિજિબલ હતાં. ત્યારે સૌથી અઘરી મનાતી આ પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે. સફળ થયેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, 2 વર્ષની સખત મહેનત હવે મનગમતી આઈઆઈટીમાં એડમિશન અપાવશે. ઓલ ઈન્ડિયા રેન્કમાં સુરતના 6 વિદ્યાર્થીઓને ટોપ 100માં સ્થાન પ્રાપ્ત થયું છે.

પુંજ ચૌધરી શહેરમાં પ્રથમ ક્રમે

ટેક્સટાઈલ માર્કેટમાં સાડીનો વેપાર કરતાં મીનુ ચૌધરીના નાના પુત્ર પુંજને 299 માર્ક સાથે 107મો ઓલ ઈન્ડિયા રેન્ક મળ્યો છે. તેને 12 ધોરણમાં 89.6 ટકા પ્રાપ્ત થયાં હતાં. પુંજએ કહ્યું કે, આકરી મહેનતના કારણે આ સફળતા મળી છે. નેગેટિવ થયા વગર દરેક બાબતમાં પોઝિટિવ શોધીને તૈયારી કરતો હતો. બે વર્ષ દરમિયાન સાતત્યતાથી અભ્યાસ કર્યો હતો. રોજે રોજ ક્વેશન સોલ્વ કરવા તત્પર રહેતો હતો. હવે આગળનો અભ્યાસ દિલ્હીની આઈઆઈટીમાંથી કરવાની ઈચ્છા છે.

કોઈ પ્રસંગમાં ભાગ ન લીધો

પુંજની માતા જ્યોતિ ચૌધરીએ કહ્યું કે, બે વર્ષ દરમિયાન તેણે કોઈ પ્રસંગમાં પણ ભાગ લીધો નહોતો. તેને તમામ સુવિધાઓ મળી રહે તે માટે હું સતત પ્રયત્ન કરતી હતી. બે વર્ષ સુધી હોટલમાં પણ નહોતા ગયાં. પુંજને તેના મોટા ભાઈ પાસેથી પણ હકારાત્મક પ્રેરણા મળતી રહેતી હતી.હંસપાલસિંહ નેહચલે કહ્યું કે, વિદ્યાર્થીઓની લગન-મહેનત અને ખંતથી થતા પ્રયત્નોના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે. 

સફળતા માટે સાતત્યતા જરૂરી-અમૃતાંશ

JEE મેઈન બાદ એડવાન્સના પરિણામમાં પણ અમૃતાંશ સિંહાએ પોતાની સફળતાની સાતત્યતા જાળવી રાખી છે. આકાશમાં અભ્યાસ કરનાર અમૃતાંશને AIR 327 અને રક્ષી મોદીએ AIR 614 મેળવ્યા છે.અમૃતાંશે સફળતાનો શ્રેય તેમની કોન્સેપ્ટ્સની કઠોર સમજણ અને શિસ્તબદ્ધ અભ્યાસ શેડ્યૂલના કડક પાલનને આપ્યો છે. સાથે જ કહ્યું કે, અમે ટૂંકા ગાળામાં જુદા જુદા વિષયોમાં ઘણા કોન્સેપ્ટ્સ ન સમજી શક્યા હોત," વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યું.

રેડિયન્ટના તારલા ચમક્યા

ધ રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ જહાંગીરાબાદના વિદ્યાર્થીઓએ નીટ અને જેઈઈમાં મેદાન માર્યું હતું. જેમાં રક્ષિત મોદીને 814, સમય પટેલને 5265 અને અરનવ રોયને 14148મો રેન્ક મળ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના અવિરત મહેનત અને સમર્પણ દ્વારા JEE (ADV)- 2024 પરીક્ષામાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં રક્ષિત મોદી, સમય પટેલ અને અરનવ રોયે સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિએ માત્ર તેમના જ નહિ પરંતુ સમગ્ર સ્કૂલના પ્રતિષ્ઠાને પણ ચમકાવ્યું છે. શિક્ષકો અને વાલીઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ અભ્યાસના દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા દાખવી છે. 

સામાન્ય પરિવારના બાળકોએ માર્યા મેદાન

રવિવારી બજારમાં કાપડ વેચનારના પુત્રએ JEE ના રિજલ્ટમાં સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો હતો.પી.પી સવાણી શાળામાં અભ્યાસ કરતો વિધાર્થી મારુ યાજ્ઞિક હર્ષદભાઈ 101મો રેન્ક મેળવ્યા હતા.યાજ્ઞિકના પિતા હર્ષદભાઈ દરરોજ અલગ અલગ ખુલ્લી જગ્યામાં ભરાતી માર્કેટમાં કાપડ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ કામમાં તેમના માતા પણ સાથે સહકાર આપે છે. હાલ તેઓ સુરત ખાતે કતારગામ વિસ્તારની રમણનગર સોસાયટીમાં વસવાટ કરે છે. તેમનું વતન ભાવનગર જીલ્લાના તાવેડા ગામના વતની છે.  ગુજરાતી ભાષામાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેમનું ઉત્તમ ઉદાહરણ દેસાઈ આર્જવ શ્રેયભાઈ પુરૂ પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.

આ સમાચાર શેર કરો