મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

IFFCOના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત, ભાજપના મેન્ડેટનો ભૂક્કો બોલી ગયો

IFFCO ના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો

IFFCOના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત, ભાજપના મેન્ડેટનો ભૂક્કો બોલી ગયો

IFFCO ના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો હોવા છતાં જયેશ રાદડિયાએ પાર્ટીના નિર્ણયથી ઉપરવટ જઈ ફોર્મ ભર્યું હતું. ત્યારે હવે રાદડિયાને 100થી વધુ મત મળ્યા છે. જેના પગલે હવે ફરી એકવાર જયેશ રાદડિયા ઇફ્કોના ડિરેક્ટર બન્યા છે. 

IFFCOના ડિરેક્ટર પદની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચૂંટણીમાં જયેશ રાદડિયાને કોંગ્રેસ સભ્યોનું પણ સમર્થન મળ્યું હતું. રાજકોટના તમામ સભ્યોએ તેમને મત આપ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો. 

આ સમાચાર શેર કરો