મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ઉભો કરવા જયંતિ સરધારાને કોણે આપી સોપારી?

સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર PI સંજય પાદરીયાએ કરેલા હુમલા બાદ રોજ ન

ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ઉભો કરવા જયંતિ સરધારાને કોણે આપી સોપારી?

સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર PI સંજય પાદરીયાએ કરેલા હુમલા બાદ રોજ નવા નવા ખુલાસો થઇ રહ્યા છે. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની નજીક ગણાતા તેમજ જૂનાગઢ એસઆરપી રિજીયનમાં ફરજ બજાવતા PI સંજય પાદરીયાએ રાજકોટના કણકોટ-મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં ગત 25 નવેમ્બરની સાંજે હુમલો કર્યો હતો. આ મામલે PI સંજય પાદરીયા સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પાટીદાર સમાજના અગ્રણીઓ-નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે.  હવે ખોડલધામના ટ્રસ્ટી એવા પાટીદાર નેતા દિનેશ બાંભણીયાનું નિવેદન સામે આવ્યું છે. 

દિનેશ  બાંભણીયાએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ 

પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે : 

“સમાજ ઉત્થાનનું કામ કરતી પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિખવાદ ઊભો કરવાની અને સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી જેન્તીભાઇ સરધારાને કોને આપી ..ક્યાં ફાર્મ હાઉસમાં આપી…એ તમામ વિગતો આગામી સમયમાં આવશે ...સમાજ માં ખૂબ રોષ …”

દિનેશ   બાંભણીયાએ લખ્યું છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ઉભો કરવા જયંતિ સરધારાને કોઈએ સોપારી આપી છે, પણ સવાલ એ છે કે કોણે સોપારી આપી? આ અંગે દિનેશ  બાંભણીયા આવનારા દિવસોમાં ખુલાસો કરશે. પણ હાલ આ સમગ્ર મામલે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. 

આ સમાચાર શેર કરો