મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડાનું શક્તિ પ્રદર્શન! ગામે ગામ જઇ માની રહ્યાં છે જનતાનો આભાર

ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા વિસાવદર વિધાનસભા વિસ્ત

ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડાનું શક્તિ પ્રદર્શન! ગામે ગામ જઇ માની રહ્યાં છે જનતાનો આભાર

ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવેલા ગામોની મુલાકાત લઇ રહ્યાં છે જેને કારણે ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.વિસાવદરમાં AAPના નેતા ગોપાલ ઇટાલિયાની જીત પાછળ પણ જવાહર ચાવડાનો હાથ હોવાનું ચર્ચાતું હતું. હવે ભાજપના નેતા કિરીટ પટેલની હાર બાદ જવાહર ચાવડા વિસાવદરના ગામોની મુલાકાત લઇ જનતાનો આભાર માની રહ્યાં છે.

જવાહર ચાવડા વિસાવદર વિધાનસભાના ગામની મુલાકાતે

ભાજપના નેતા જવાહર ચાવડાએ વિસાવદર તાલુકાના રાજપરા, લાલપુર, વેકરિયા, જેતલ વડ, ઘોડાસણ, ભટ વાવડી, જાંબુડા, પિયાવા અને રામપરા ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે આગેવાનો સાથે સામાજિક ચર્ચાઓ કરી અને ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.  જવાહર ચાવડાએ કહ્યું કે હવે નવા વહેવારો ચાલુ થયા છે, નવા સંબંધો ચાલુ થયા છે. જ્યાં જરૂર પડશે ત્યાં હુ આગળ જ છું.

કિરીટ પટેલ માટે પ્રચારમાં ના દેખાયેલા જવાહર ચાવડા હવે જાહેરમાં આવ્યા

જવાહર ચાવડા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન ભાજપના નેતા રહેલા કિરીટ પટેલના પ્રચાર પ્રસારમાં જોવા પણ મળ્યા નહતા. મુખ્યમંત્રીથી લઇને તમામ નેતાઓ કિરીટ પટેલના પ્રચારમાં આવ્યા હતા તેમ છતા જવાહર ચાવડા એક પણ વખત જાહેર સભા કે પ્રચારમાં જોવા મળ્યા નહતા. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રહેલા કિરીટ પટેલને જે જે ગામોમાં જાકારો મળ્યો ત્યાં ત્યાં જવાહર ચાવડા પહોંચી રહ્યાં છે અને જનતાનો આભાર માની રહ્યાં છે. વિસાવદરમાં જવાહર ચાવડાને ભારોભાર સન્માન અને અપાર પ્રેમ મળી રહ્યો છે.

વિસાવદરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17,554 મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં જવાહર ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે નહોતા પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જીત બાદ 'જવાહર ચાવડા ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. આ ઘટનાએ જવાહર ચાવડાને વિસાવદરમાં ફરી સક્રિય થવા માટે પ્રેરિત કર્યા હોવાનું મનાય છે.

 વિસાવદરમાં જવાહર ચાવડાના સ્થાન મજબૂત કરવા પ્રયાસ

જવાહર ચાવડાએ વિસાવદરની જનતા સાથે સીધો સંવાદ કરી સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ભાજપમાં આંતરિક અસંતોષ અને જૂનાગઢના રાજકારણમાં તેમની સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ પણ આ મુલાકાતોનું કારણ હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો