મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જવાહર ચાવડાએ મનસુખ માંડવીયાના નિવેદનનો જવાબ આપી ભાજપ સામે બળવાના સ્પષ્ટ સંકેત આપ્યાં

લોકસભા ચૂંટણી અને 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી બાદ સૌરાષ્ટ્રમાં ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ

VIDEO : જવાહર ચાવડાએ મનસુખ માંડવીયાના નિવેદનનો જવાબ આપી ભાજપ સામે બળવાના સ્પષ્ટ સંકેત આપ્યાં

લોકસભા ચૂંટણી અને 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી બાદ સૌરાષ્ટ્રમાં ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઊભી થઈ છે. પોરબંદર લોકસભા સીટ પરથી જંગી બહુમતીથી જીત્યા બાદ મનસુખ માંડવીયા  માણાવદર વિધાનસભામાં આવતા વંથલીના પ્રવાસે હતા. 15 જૂને વંથલીમાં યોજાયેલા ધન્યવાદ સમારંભ કાર્યક્રમમાં મનસુખ માંડવીયાએ પોતાના સંબોધનમાં રાજ્યના  પૂર્વ કેબિનેટ મંત્રી ભાજપ નેતા જવાહર ચાવડા અંગે કટાક્ષ કરતાં કહ્યું હતું કે કોઈ રીસાણા તો મે આગેવાનોને કહ્યું કે શું કરશું તો આગેવાનોએ કહ્યું લડી લેશું.  તો ભાજપના સહકારી આગેવાન દિનેશ ખટારીયાએ પણ કહ્યું કે ચૂંટણી દરમિયાન માણાવદર વિધાનસભા અંદર આસુરી  શક્તિએ હવનમાં હાડકા હોમવા ખૂબ પ્રયત્ન કર્યા. જુઓ મનસુખ માંડવીયાએ શું કહ્યું હતું - 

હવે મનસુખ માંડવીયાને જવાબ આપતા જવાહર ચાવડાએ એક વીડિયો જાહેર કરીને ભાજપ સામે બળવાના સ્પષ્ટ સંકેત આપ્યાં છે. વીડિયોમાં તેઓ ભાજપનું પોસ્ટર હટાવતા મનસુખ માંડવીયાનું નામ લઈને કહ્યું કે પોતાની સાચી ઓળખ શું હતી. જુઓ જવાહર ચાવડાએ વીડિયોમાં શું કહ્યું - 

 ઉલ્લેખનીય છે કે, માણાવદર ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાની નિષ્ક્રીયતા જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો