મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જસદણ હિટએન્ડ રન મામલો: કાર ચાલકની પોલીસે કરી ધરપકડ, બાઈક સવાર દંપતીને ટક્કર મારીને થયો હતો ફરાર

જસદણ બાયપાસ નજીક બનેલા હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત કરનાર કાર સાથે આરોપી રણજીત ગુણવંત મહેતાની ધરપકડ કરાઈ

જસદણ હિટએન્ડ રન મામલો: કાર ચાલકની પોલીસે કરી ધરપકડ, બાઈક સવાર દંપતીને ટક્કર મારીને થયો હતો ફરાર

જસદણ બાયપાસ નજીક બનેલા હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત કરનાર કાર સાથે આરોપી રણજીત ગુણવંત મહેતાની ધરપકડ કરાઈ છે. આરોપીએ અકસ્માત સર્જી ખેતરમાં કાર સંતાડી હતી. થોડા દિવસ અગાઉ પતિ પત્ની રોડ ક્રોસ કરતા દરમિયાન આરોપીએ તેમને અડફેતે લીધા હતા.જસદણ પોલીસે CCTV ફૂટેજ આધારે આરોપી ધરપકડ કરી છે.

મંગળવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની

મંગળવારે મોડી રાત્રે જસદણના બાયપાસ રોડ પર બાઇક પર જઇ રહેલા જુગાભાઈ પોપટભાઈ શાપરા (ઉંમર 70) વર્ષ તથા સામુબેન જુગાભાઈ શાપરા (ઉંમર 60 વર્ષ) ને અકસ્માત નડ્યો હતો.

દંપતીનું થયું મોત

બાઇક લઇને રોડ ક્રોસ કરતી વખતે  કાર ચાલકે દંપતિને અડફેટે લેતાં જુગાભાઈ શાપરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ સામુબેન શાપરાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 

આ સમાચાર શેર કરો