ભાણવડના બરડા ડુંગરમાં આંબલીના વૃક્ષ પર લટકતા બે માનવ કંકાલ મળી આવતા મચ્યો હડકંપ

જામનગરના ભાણવડ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાંથી 2 માનવ કંકાલ મળતા હડકંપ મચ્યો છે. ડુંગરમાંથી ખોપરી તેમજ માનવ શરીરના હાડકા મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં SOG,LCB સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમોના બરડા ડુંગર પર ધામા નાખ્યા હતા. પોલીસ જવાનોએ બરડા ડુંગર પર તપાસ આદરી હતી.
આંબલીના વૃક્ષ પર લટકતા જોવા મળ્યા કંકાલ
FSLની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કિલેશ્વરનેશ થી આગળ વડલી વાળી જગ્યા પાસે આંબલીના વૃક્ષ પર બે કંકાલ લટકતા મળ્યા હતા.
આ પણ વાંચો: બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 27 ફેબ્રુઆરીથી SSC અને HSCની પરીક્ષા
2 માનવ ખોપરી અને કંકાલ મળી આવ્યા
2 માનવ ખોપરી સહિત આસ પાસ માંથી માનવ અંગ ના કંકાલ પણ મળ્યા હતા. પોલીસની ટીમે આ કંકાલને કબ્જે લઈને તપાસ અર્થે મોકલ્યા હતા. ત્યારે હવે પોલીસ તંત્ર તે દિશામાં તપાસ કરશે કે આ માનવ કંકાલ કોનું છે, હત્યા છે કે આત્મહત્યા છે.

