બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 27 ફેબ્રુઆરીથી SSC અને HSCની પરીક્ષા

રાજ્યમાં બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 27 ફેબ્રુઆરી 2025થી SSC અને HSCની બોર્ડની પરીક્ષા શરૂ થશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાર્થીઓના આંકડા જાહેર કર્યા છે.
ધોરણ-10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે ગણતરીના દિવસો
મળતા અહેવાલ પ્રમાણે SSCમાં 8,92,882 પરીક્ષાર્થીઓ, HSC સામાન્ય પ્રવાહમાં 4,23,909 પરીક્ષાર્થીઓ અને HSC વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ધોરણ-10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે ગણતરીના દિવસો રહ્યા છે.
આ પણ વાંચો: વડોદરાની ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ
27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે
વિદ્યાર્થીઓસત્તાવાર વેબસાઇટ, gsebeservice.com અને gseb.org પર GSEB SSC અને HSC પરીક્ષા 2025ની તારીખો ચકાસી શકે છે. GSEB SSC પરીક્ષા અને GSEB HSC પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ, 2025 દરમિયાન યોજાશે.

