Video: ગુજરાતમાં પીએનજી ગેસના અલગ-અલગ માપદંડ અને ભાવોને લઈને સરકાર સામે ઉઠ્યા સવાલ, નાગરિકોમાં અસંતોષ

સોર્સ: gstv

રાજ્યમાં વિવિધ વિસ્તારો અને કંપનીઓ દ્વારા પી.એન.જી. ગેસના અલગ-અલગ દરો વસૂલવામાં આવી રહ્યા છે. અદાણી પીએનજી ગેસના ભાવ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ૧ હજાર ૪૭૩ રૂપિયા, નવસારીમાં ૧ હજાર ૪૨૩ રૂપિયા અને પોરબંદરમાં ૧ હજાર ૩૭૪ રૂપિયા જેટલા નોંધાયા છે. જ્યારે ગુજરાત ગેસ દ્વારા ગુજરાતમાં ૧ હજાર ૩૭૭ રૂપિયા અને રાજસ્થાનમાં ૧ હજાર ૩૨૧ રૂપિયા લેવામાં આવે છે. આ ઉપરાંત માપદંડોમાં પણ ઘણું અંતર છે, જેમાં સાબરમતી ગેસ દ્વારા MMBTU મુજબ ૧ હજાર ૪૩૯ રૂપિયા લેવાય છે, તો વડોદરા ગેસ કંપની દ્વારા ૫૬ રૂપિયા 24 પૈસા અને IRM કંપની દ્વારા ૫૫ રૂપિયા 13 પૈસા પ્રતિ SCM મુજબ પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. ગેસના આ અલગ-અલગ માપદંડો અને ઊંચા ભાવોને કારણે ગ્રાહકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે

આ સમાચાર શેર કરો

જાહેરાત