Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Hi-tech scam in police recruitment exam, fraud complaint against two

Jamnagar/ પોલીસ ભરતી પરીક્ષામાં હાઈટેક ગોટાળો, SRPF જવાન સહિત બે સામે છેતરપિંડીની ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Jamnagar/ પોલીસ ભરતી પરીક્ષામાં હાઈટેક ગોટાળો, SRPF જવાન સહિત બે સામે છેતરપિંડીની ફરિયાદ
સોર્સ : gstv

જામનગર: ગુજરાતમાં પોલીસ ભરતીની પ્રક્રિયા જ્યારે અત્યંત કડક સુરક્ષા વચ્ચે ચાલી રહી છે, ત્યારે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી ગેરરીતિનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન ટેકનિકલ છેડછાડ કરી ગેરરીતિ આચરવા બદલ બે શખ્સો સામે બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલામાં ખાસ વાત એ છે કે આરોપીઓમાં એસઆરપીએફ (SRPF)માં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું નામ પણ સામે આવ્યું છે.

App Store

શું છે સમગ્ર ઘટના?

ગઈ તારીખ ૨૩ જાન્યુઆરીના રોજ જામનગર પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી (દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે દરેક ઉમેદવારના પગમાં RFID (Radio Frequency Identification) ચિપ લગાવવામાં આવે છે, જે ઉમેદવારના દોડવાના ચોક્કસ સમય અને રાઉન્ડની ગણતરી કરે છે.

તપાસ દરમિયાન સામે આવ્યું કે, ઉમેદવાર શિવભદ્ર સિંહ જાડેજાએ પોતે દોડવાને બદલે અન્ય કોઈ વ્યક્તિને પોતાની ચિપ લગાવી દોડાવ્યો હતો અથવા ચિપ સાથે છેડછાડ કરી હતી. ભરતી બોર્ડ દ્વારા જ્યારે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે આ સમગ્ર ગોટાળો પકડાઈ ગયો હતો.

કોની સામે નોંધાઈ ફરિયાદ?

પોલીસ ભરતી બોર્ડ સાથે કાવતરું રચી છેતરપિંડી આચરવા બદલ જામનગરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અર્જુનસિંહ જાડેજા --જેઓ હાલ SRPFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને શિવભદ્ર સિંહ જાડેજા --ભરતીમાં ભાગ લેનાર ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 

ટેકનિકલ તપાસમાં ખુલી પોલ

પોલીસ ભરતીમાં અત્યારે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જ્યારે આ ઉમેદવારના દોડવાના ડેટા અને સીસીટીવી ફૂટેજ કે અન્ય ટેકનિકલ પાસાઓ તપાસવામાં આવ્યા, ત્યારે માલૂમ પડ્યું કે ચિપ પહેરનાર વ્યક્તિ અને અસલી ઉમેદવારમાં વિસંગતતા હતી. આ એક પૂર્વનિયોજિત કાવતરું હોવાનું સામે આવતા પોલીસ વિભાગમાં પણ ફાળ પડી છે.

ભરતી બોર્ડનું કડક વલણ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી નોકરી મેળવવા માટે જે ઉમેદવારો શોર્ટકટ અપનાવે છે, તેમના માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.