Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : A cautionary tale for parents, a 10-year-old boy died after his kite string touched a power line.

Jamnagar news: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, પતંગનો દોરો વીજવાયરને અડી જતા 10 વર્ષનાં બાળકનું મોત

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Jamnagar news: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, પતંગનો દોરો વીજવાયરને અડી જતા 10 વર્ષનાં બાળકનું મોત
સોર્સ : GSTV

ગુજરાતના જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં પતંગ ચગાવતી વખતે વીજવાયરને કારણે આદિવાસી બાળકનું મોત નિપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે જામનગર નજીકના પડાણા પાટીયામાં થોડાક દિવસ પહેલા એક બાળકનું મોત નિપજ્યું હતું. શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

App Store

પતંગની દોરી વીજવાયરમાં ફસાઈ 

બાળક પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી વીજવાયરમાં ફસાઈ હતી, ત્યારે તે સમયે જમીન ભીની હતી અને બાળકને કરંટ લાગ્યો હતો. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક બાળકના પિતા કમજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
 

ટોપિક્સ:kitegstvgujarat statejamnagar