જામનગર: કોન્ગો ફીવરના 50 વર્ષના દર્દીનું ટૂંકી સારવાર દરમિયાન મોત
રાજ્યના જામનગરમાંથી કોન્ગો ફીવરનો એક કેસ નોંધાયો છે. 21 તારીખે 50 વર્ષના દર્દીને

રાજ્યના જામનગરમાંથી કોન્ગો ફીવરનો એક કેસ નોંધાયો છે. 21 તારીખે 50 વર્ષના દર્દીને GG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીની છેલ્લા 7 દિવસથી સારવાર ચાલી રહી હતી. આ દર્દીમાં શંકાસ્પદ કોન્ગો ફીવરના લક્ષણો જણાઈ રહ્યા હતા. આધેડને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.
કોંગો વાયરસના લક્ષણો
- આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને ચકકર આવવા.
- સંક્રમણના 2 થી 4 દિવસ પછી ઉંઘ ન આવવી, ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની ફરિયાદ
- મોં, ગળા અને સ્કીન પર ફોલ્લીઓ થવી.
આધેડનું ટૂંકી સારવાર બાદ મોત
હોસ્પિટલે આધેડનો રિપોર્ટ લેબ ટેસ્ટ માટે પુણે મોકલવામાં આવ્યો હતો. દર્દીના રીપોર્ટમાં કોન્ગો ફીવર પોઝીટીવ આવ્યો હતો. દર્દીનો રિપોર્ટ આવે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.
દર્દીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત
જોકે દર્દીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આધેડ જામનગરમાં વસવાટ કરતા હતા. કોન્ગો ફીવરનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર પણ દોડતું થયું છે.








