મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં છેતરપિંડી આચરવા રિઝવાન સૈયદ બન્યો જગદીશ કુમાવત, મહાવીર ટ્રેડિગની ફર્મના નામે વેપારીઓ સાથે કરી લાખોની ઠગાઈ

લવ જેહાદના કેસમાં અત્યાર સુધી મુસ્લિમ યુવકો હિન્દુ નામ ધારણ કરતાં હતાં. ત્યારે હવે વેપાર ધંધામાં પણ નામ બ

સુરતમાં છેતરપિંડી આચરવા રિઝવાન સૈયદ બન્યો જગદીશ કુમાવત, મહાવીર ટ્રેડિગની ફર્મના નામે વેપારીઓ સાથે કરી લાખોની ઠગાઈ

લવ જેહાદના કેસમાં અત્યાર સુધી મુસ્લિમ યુવકો હિન્દુ નામ ધારણ કરતાં હતાં. ત્યારે હવે વેપાર ધંધામાં પણ નામ બદલીને ઠગાઈ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. બીજાના નામનો ભાડા કરાર અને સીમકાર્ડ આધારે જીએસટી નંબર લઈ હિંદુ નામ ધારણ કરી ચીટર વેપારી તેના સાગરિતો સાથે કાપડના વેપારી પાસેથી ગ્રે-કાપડનો 72 લાખનો માલ લઈ બારોબાર વેચી મારી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી.

વેપારીને ખોટા વાયદા કર્યા

વેપારીએ જ્યારે રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે ખોટા વાયદો કરતો હતો. પછી અચાનક તેણે કારખાનાનું બંધ કરી લાખોનો ગ્રે-કાપડનો માલ બારોબાર વેચી મારી રોકડા કરી લીધા હતા. વેપારીએ રિઝવાન સૈયદ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી તો ધમકી આપી કે તારાથી જે થાય તે કરી લેજો, મારૂ બધે સેટિંગ છે. તને તારો જીવ વ્હાલો હોય તો પેમેન્ટ ભૂલી જાવ નહિતર જાનથી મારી નાખીશ, આથી વેપારીએ પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી છે.

ખોટી ઓળખ ઉભી કરી

અમરોલી વરીયાવ રીવાન્ટા ગાર્ડન સીટીમાં કાપડના વેપારી પ્રજ્ઞેશ વાધાણીએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે હિંદુ નામ ધારણ કરનાર રિઝવાન સૈયદ આબીદ હુસેન, જગદીશ કુમાવથ, મહેશ રામજી ભાલાણી, દલાલ મોહંમદ અને અનિલ હસમુખ ચેવલીની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. પોલીસે રિઝવાન સૈયદ અને તેના સાગરિત મહેશ ભલાણીની ધરપકડ કરી છે. ખટોદરા સબજેલની પાછળ કડીવાલા હાઉસમાં ગ્રે-કાપડનું કારખાનાનું રીઝવાન સૈયદ હિંદુ નામ જગદીશ કુમાવત નામે ચલાવતો હતો. આરોપી રીઝવાને સીમકાર્ડ અને ભાડા કરાર સહિતના ડોક્યુમેન્ટો પણ જગદીશ કુમાવતના નામે બનાવ્યા હતા અને પોતાની ઓળખ જગદીશ તરીકે વેપારીઓને આપતો હતો. વર્ષ 2023માં દલાલ મોહંમદ અને અનિલ ચેવલીના હસ્તકે આરોપી રિઝવાન સૈયદે કાપડના વેપારી પ્રજ્ઞેશ વાઘાણી પાસેથી ગ્રે-કાપડનો માલ 72 લાખ ક્રેડિટ પર લીધો હતો.

ઉઘરાણી વખતે ધમકી આપી

રિઝવાન સૈયદ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી તો ધમકી આપી કે તારાથી જે થાય તે કરી લેજો, મારૂ બધે સેટિંગ છે. તને તારો જીવ વ્હાલો હોય તો પેમેન્ટ ભૂલી જાવ નહિતર જાનથી મારી નાખીશ, આથી વેપારીએ પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી છે.રિઝવાન સૈયદના કારખાના પર વેપારી રૂપિયાની ઉઘરાણી કરવા જતો તે સમયે મહેશ ભલાણી મળતો હતો અને મહેશ વેપારીને એવુ જણાવતો કે મે તમામ પ્રોપટી ખરીદી લીધી છે અને રૂપિયા હું ચુકવીશ, જો કે પ્રોપટી તેના નામે ન હતી. રિઝવાન મહેશને 5-10 હજારની રકમ આપતો હતો.

આ સમાચાર શેર કરો