મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પાલિકામાં દીવા તળે અંધારું, આવાસની આંગણવાડીની છતમાંથી ટપકે છે પાણી

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય હોવા

સુરત પાલિકામાં દીવા તળે અંધારું, આવાસની આંગણવાડીની છતમાંથી ટપકે છે પાણી

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય હોવાની ફરિયાદ બહાર આવી છે. જહાંગીરપુરા આવાસ ખાતેની આંગણવાડીમાંથી પાણી ટપકે છે. પંખા પણ બંધ છે. ગરીબ બાળકો અને સગર્ભા મહિલા-ધાત્રી બહેનો આવે છે. તે જગ્યાએ વાયરીંગ બળી ગયું છે. અકસ્માતની ભીતિ છે. જો પાલિકા તાત્કાલિક પગલાં નહીં ભરે તો લોકોના જીવ સામે જોખમ રહેલું છે. 

છતમાંથી પાણી ટપકે છે

લોકોની મિલકતમાં ખામી હોય તો લોકોને નોટિસ ફટકારતા સુરત પાલિકાની જ કેટલીક મિલકત જર્જરિત હોવા ઉપરાંત અકસ્માત સર્જે તેવી થઈ રહી છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા સ્થિત સાંઈ વિલાની સામે પાલિકાની આંગણવાડી આવેલી છે. તેની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. 

પગલાં ભરવા માગ

આ ઉપરાંત સ્લેબમાંથી ઈલેક્ટ્રીક વાયરીંગ બળી ગયું છે. આંગણવાડીમા પંખા પણ ચાલતા નથી. આ જગ્યાએ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી બહેનો કેવી રીતે આંગણવાડીમાં આવીને બેસે છે. આવા સંજોગોમાં અકસ્માત થવાની ભીતિ છે. તેથી તાત્કાલિક પગલાં ભરવા માટેની માંગણી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો