મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

"શું સોશિયલ મીડિયા બાળકો માટે સ્લો પોઈઝન છે?" – ડો. ભરત કાનાબારના ટ્વીટથી ખળભળાટ

ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક હવે ગંભીર ચિંતાનો વિષય બની રહ્

"શું સોશિયલ મીડિયા બાળકો માટે સ્લો પોઈઝન છે?" – ડો. ભરત કાનાબારના ટ્વીટથી ખળભળાટ

ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક હવે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે અમરેલીના જાણીતા ભાજપના નેતા અને તબીબ ડો. ભરત કાનાબારે સોશિયલ મીડિયાના બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અંગે એક મહત્ત્વપૂર્ણ ટ્વીટ કરીને નવી ચર્ચા જગાવી છે. તેમણે વિશ્વના વિવિધ દેશોના ઉદાહરણ આપીને ભારતમાં પણ આ અંગે કડક કાયદાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યો છે.

વૈશ્વિક સ્તરે બદલાતા નિયમો

ડો. કાનાબારે તેમના ટ્વીટમાં વિશ્વના એવા દેશોનો ઉલ્લેખ કર્યો છે જેઓ નવી પેઢીને સોશિયલ મીડિયાની ચુંગાલમાંથી બચાવવા માટે કડક પગલાં ભરી રહ્યા છે. 

ઓસ્ટ્રેલિયા: 16 થી 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

મલેશિયા: વર્ષ 2026 થી બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણો લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે.

ડેનમાર્ક: યુરોપમાં સૌથી કડક નિયમો લાગુ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે.

અમેરિકા: અમેરિકાના અનેક રાજ્યોએ બાળકોના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયાના નિયંત્રણ માટે કાયદાઓ પસાર કર્યા છે.

ભારતમાં પણ વાલીઓમાં ચિંતાનું મોજું

ભારતમાં પણ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો જોઈને માતા-પિતા ચિંતિત છે. સ્ક્રીન ટાઈમ વધવાથી બાળકોમાં એકાગ્રતાનો અભાવ, ઊંઘની સમસ્યા અને સાયબર બુલિંગ જેવી ઘટનાઓ વધી રહી છે.

ડો. કાનાબારનો સવાલ: "શું ભારતમાં પણ કાયદો હોવો જોઈએ?"

પોતાના ટ્વીટના અંતે ડો. કાનાબારે જનતા સામે એક પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યો છે. તેમણે પૂછ્યું છે કે, "શું ભારતમાં પણ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે આવા જ કાયદા હોવા જોઈએ? તમારું શું માનવું છે?" તેમના આ પ્રશ્ને સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા છેડી છે. લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે; કેટલાક તેને પર્સનલ ફ્રીડમ પર તરાપ ગણાવી રહ્યા છે, તો મોટાભાગના વાલીઓ આ પ્રકારના કડક કાયદાને આવકારી રહ્યા છે.

આ સમાચાર શેર કરો