મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

IPS અધિકારી શમશેરસિંહ BSFમાં ADGP બન્યા

ગુજરાતના IPS અધિકારી શમશેર સિંઘને કેન્દ્રમાં મોટી જવાબદારી સોપવામાં આવી છે. શમશેર સિંઘને BSFમાં ADGP બનાવવામા

IPS અધિકારી શમશેરસિંહ BSFમાં ADGP બન્યા

ગુજરાતના IPS અધિકારી શમશેર સિંઘને કેન્દ્રમાં મોટી જવાબદારી સોપવામાં આવી છે. શમશેર સિંઘને BSFમાં ADGP બનાવવામાં આવ્યા છે. શમશેર સિંઘ માર્ચ 2026 સુધી આ પદ પર રહેશે. શમશેરસિંઘ 1991ની બેચના IPS અધિકારી છે.

1991ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ

IPS શમશેર સિંહ મૂળ હરિયાણાના છે. IPS ડૉ. શમશેર સિંઘે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીમાંથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે અને તેઓ વર્ષ 1991ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેઓ વર્ષ 2020 સુધી ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ક્રાઈમના ADGP હતા. જે બાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો