મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિકાંડ/ પત્નીની સારવાર માટે આવ્યો અને ઝડપાઈ ગયો મુખ્ય આરોપી, કાર્તિક પટેલ સામે આ મુદ્દે થશે તપાસ

અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની

ખ્યાતિકાંડ/ પત્નીની સારવાર માટે આવ્યો અને ઝડપાઈ ગયો મુખ્ય આરોપી, કાર્તિક પટેલ સામે આ મુદ્દે થશે તપાસ

અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર છે અને છેલ્લા ઘણાં મહિનાથી ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ટ દ્વારા કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગવામાં આવશે. કાર્તિક પટેલ પાસેથી ખ્યાતિ કાંડમાં મોટા ખુલાસા થાય તેમ છે. ખ્યાતિ હોસ્પિટલ ડાયરેક્ટ કાર્તિક પટેલના રિમાન્ડનાં મુદ્દાઓ આ હોઈ શકે છે.

આવતી કાલે કાર્તિક પટેલને કોર્ટમાં કરાશે રજૂ

01) હોસ્પિટલ કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકનાં કનેક્શન અંગે તપાસ
02) નુકસાન બતાવ્યું હતું તે કેવી રીતે તે અંગે તપાસ
03) મોટા પ્રમાણમાં PMJAY પ્રેક્ટિસ ચાલતી હતી જેના લીધે લોકોના જીવ ગયા તે અંગે તપાસ
04) કેમ્પની પરવાનગી કેવી રીતે મેળવવામાં આવતી હતી તે અંગેની તપાસ 
05) ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી તે અંગે તપાસ 
06) કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની તપાસ
07) હેલ્થ વિભાગમાં કોની સાથે સંકળાયેલો હતો તે અંગે તપાસ

કાર્તિક પટેલ મેડિકલ લાઈનમાં આવ્યો તે પહેલા બિલ્ડર હતો. તો કેવી રીતે હોસ્પિટાલિટી સાથે સંકળાયો તેની પણ તપાસ થશે. કાર્તિક પટેલ પાસેથી એક મોબાઈલ મળ્યો છે. પરંતુ આરોપીએ જૂના ફોન સહિતના કેટલાક પુરાવાનો નાશ કર્યો છે. 

ખ્યાતિ કાંડનો ભાંડો ફૂટ્યો ત્યારે કાર્તિક પટેલ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રોકાયો હતો. એ પછીથી તે ન્યુઝિલેન્ડ ગયો હતો. જ્યારે કાર્તિક પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો ત્યારે તે ઓસ્ટ્રેલિયા હતો. આ કેસની ઈન્કમટેકસ અને ED પણ તપાસ કરી રહી છે.  

જણાવી દઈએ કે, આરોપીની તપાસ બાદ જો અન્ય કોઈ કૌભાંડ સામે આવશે તો તે બાબતે અન્ય ગુનાઓ પણ દાખલ થવાની શક્યતા છે. આરોપીએ બોગસ પેઢીના આધારે રૂપિયાની હેરાફેરી કરી હોવાની આશંકા છે. ખ્યાતિમાં નુકસાન બતાવવા કાર્તિક પટેલ અન્ય આરોપીઓના દર વર્ષે પગાર વધારો કરતો હતો. 

કાર્તિક પટેલ પત્ની સાથે દુબઈથી અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન પોલીસે તેની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. કાર્તિક પટેલ પત્નીની સારવાર માટે અમદાવાદ આવ્યો હોવાનું રટણ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચ કાર્તિક પટેલની પત્નીની મેડિકલ ફિટનેસ અંગે પણ તપાસ કરશે. 

ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન અને મોત મામલે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને ડાયરેક્ટરો સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ત્રણ ફરિયાદો નોધાઇ છે.

આ સમાચાર શેર કરો