મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વેચાતા આઈસ્ક્રીમમાં વનસ્પતિ ઘીના ભેળસેળની આશંકા, 14 એજન્સીમાંથી સેમ્પલ લેવાયાં

સુરત શહેરમાં કાળઝાળ ઉનાળામાં ધોમ ધખતો તાપ પડી રહ્યો છે. ત્યારે લોકો ઠંડા પીણાં તથા

સુરતમાં વેચાતા આઈસ્ક્રીમમાં વનસ્પતિ ઘીના ભેળસેળની આશંકા, 14 એજન્સીમાંથી સેમ્પલ લેવાયાં

સુરત શહેરમાં કાળઝાળ ઉનાળામાં ધોમ ધખતો તાપ પડી રહ્યો છે. ત્યારે લોકો ઠંડા પીણાં તથા આઇસ્ક્રીમનું સેવન વધારે કરી રહ્યાં છે. જેમાં આઇસ્ક્રીમ બનાવવા કલર ફ્લેવર્ડ તથા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરાઇ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગે શહેરની આઇસ્ક્રીમની 14 એજન્સીઓમાં આરોગ્યલક્ષી તપાસ કરી હતી. આ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે. 

ગુણવત્તાને લઈને ચકાસણી

સુરત મહાનગરપાલિકાએ તમામ વિક્રેતાને ત્યાંથી વિવિધ બનાવટના આઇસ્ક્રીમનાં સેમ્પલ મેળવીને પાલિકાની વેસુ ખાતેની લેબમાં તપાસ માટે મોકલી આપ્યાં છે. ફૂડ વિભાગે કહ્યું     કે, તાજેતરમાં જ દૂધની વિવિધ બનાવટનાં સેમ્પલો લેબ તપાસમાં ફેલ થયાં હતાં. જેને પગલે આઇસ્ક્રીમ બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ ફ્લેવરો સહિતની સામગ્રીઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં. 

15 સેમ્પલ લેવાયા

આઈસ્ક્રીમના નમૂનાની ચકાસણી માટે શહેરમાં મોટી માત્રામાં આઇસ્ક્રીમ જથ્થો સપ્લાય અને વેચાણ કરતી એજન્સીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં 14 આઇસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી કુલ 15 સેમ્પલ એકત્રિત કરાયાં હતાં. જેને લેબ તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે. સંભવત: ચારથી પાંચ દિવસમાં રિપોર્ટ જાહેર કરાશે તેવું અધિકારીએ ઉમેર્યું હતું.

આ સમાચાર શેર કરો